________________
ભગવાન મહાવીરે પ્રરૂપેલ અપરિગ્રહનો સિધ્ધાંત અને ત્યાગ ભાવનાએ ભારતીય સંસ્કૃતિમાં દાનભાવનાનું સંવર્ધન કર્યું છે.
અષ્ટ પ્રવચન માતા :
ભગવાન મહાવીરસ્વામીએ સંયમજીવનને ઉપકારક બની રહે એવી સાધના પદ્ધિતીનું નિરૂપણ કર્યું છે. પરમતારક સાધુ ભગવંતો નિદ્રાદિ પાંચે પ્રમાદોના ત્યાગ કરી પાંચે ઇન્દ્રિયોને કાબૂમાં લઇને પ્રાણીમાત્રના કલ્યાણ માટે સતત જાગૃત રહે છે. ઈર્ષાસમિતિ આદિ પાંચે સમિતિના પાલન માટે તત્પર હોય છે. આત્મરમણતામાં જ આનંદ અનુભવતા સાધુઓ સાતભયથી નિર્ભય બની, આઠ મદથી પર રહી, બ્રહ્મચર્યની નવ વાડોનું અપ્રમતપણે પાલન કરે છે.
સ્વ-પર હિતમાં સજજ, શાંત-ગંભીર પાપથી પર રહી ગુરુવર્યોની આજ્ઞામુજબની આધ્યાત્મિક પ્રવૃત્તિમાં લીન રહે છે. જિનશાસન જિન બનવાની સાધનાને દર્શાવે છે. સાધકના આચાર અને વિચારની શુદ્ધિ માટે અનેકાંતવાદ જેવા વિશાળ અને ઉદાર સિદ્ધાંતનું પ્રતિપાદન તે જૈનશાસની બલિહારી છે. અહિંસાની પૂર્ણતા માટે-પંચ મહાવ્રતની શુદ્ધિ માટે સંયમી જીવનને અનાચારરહિત બનાવવા માટે જિનેશ્વરોએ અષ્ટ પ્રવચનમાતાનું કથન કર્યું છે.
પાંચ સમિતિ અને ત્રણગુપ્તિને અષ્ટ પ્રવચનમાતા કહેવામાં આવે છે. સમિતિ અને ગુપ્તિને “માતા' તરીકે સંબોધવાનું કારણ દર્શાવતા યોગશાસ્ત્ર માં લખ્યું છે. સાધુઓના ચારિત્રરૂપ શરીરનો જન્મ દેવાથી, તેનું પાલન કરવાથી તથા અતિચારરૂપ મેલ દ્વારા જન્મ મલિન થવાથી તેનું સંશોધન કરવાથી તેને માતા કહી છે.
જેવી રીતે માતા પુત્રના શરીરને જન્મ આપી તેનું પાલન કરે છે રોગાદિ થતાં તેનો ઉપચાર કરી, રોગને દૂર કરે છે, શરીરાદિનો મેલ પણ સ્નાનાદિ કરાવી દૂર કરે છે અને એનું શરીર નીરોગી રહે, વૃદ્ધિને પામે તેવા આહારાદિ થી તેના શરીરને પોષણ આપે છે, તેવી જ રીતે સમિતિ અને ગુપ્તિ, મુનિના ચારિત્રરૂપી. શરીરને જન્માવનારી માતાઓ છે. એ શરીરને નીરોગી-તાજું-રાખવા અને વૃદ્ધિ પમાડવા માટે ગૃહા રૂપી આહારાદિથી પોષણ કરી, પરિષહ-ઉપસર્ગ રૂપી રોગાદિથી તેનું રક્ષણ કરી અથવા ઉપચાર દ્વારા શાંત કરી તેનું પ્રતિપાલન કરતાં, પોતાના
ભગવાન મહાવીર અને સંયમજીવન