________________
સ્વરૂપે મળેલી લક્ષ્મી સંગ્રહ કરવા યોગ્ય નથી. તેથી ધર્મબુદ્ધિ ધરાવતાં આત્માઓ લક્ષ્મીનો પરિગ્રહ કરતાં તેના ત્યાગ કે દાનમાં જ સ્વપરનું કલ્યાણ સમજે છે.
સંપત્તિની મુખ્યત્વે ત્રણ ગતિ છે ભોગ, ચોરી અને દાન, ભોગપભોગ મોજશોખ અને વ્યસનમાં સંપત્તિનો નાશ થાય છે. ચોરી, લૂંટ, માયા, છેતરપિંડી અને દરોડા દ્વારા પણ સંપત્તિનો નાશ થાય છે. ન્યાય સંપન્ન લક્ષ્મીનો ઉચિત જીવન વ્યવહાર માટે વિવંકપૂર્ણ ઉપયોગ કર્યા પછી વધે, તેનું સુપાત્રે ઉલ્લાસપૂર્વક દાન દઇએ તો તે લક્ષ્મી મહાલક્ષ્મી બને છે. લક્ષ્મીનો ભોગ તેની ભવ્યતાનું પ્રતિનિધિત્વ કરે છે. જયારે લક્ષ્મીનું દાન તેની દિવ્યતાના દર્શન કરાવે છે.
સંત કબીરે કહ્યું છે કે નૌકામાં પાણી વધી જાય અને ઘરમાં સંપત્તિ વધી જાય ત્યારે તેને, બન્ને હાથથી બહાર ઉલેચવાનું કામ સમજદારીભર્યું છે. જેમ ઘરમાં એક બારીમાં થઇ હવા આવે તે બીજી બારીમાંથી બહાર નીકળતા ફરી તાજી હવા પેલી બારીમાંથી આવી જ જશે. ઘરમાં કદી શૂન્યાવકાશ સરજાતો નથી. તેમ દાના કરવાથી સંપત્તિનો શૂન્યાવકાશ સર્જાશે નહિ.
દાન જાહેર કર્યા પછી તુરત જ રકમ જમા કરાવી દેવી જોઇએ. દાનમાં જે રકમ આપવાનો સંકલ્પ કર્યો હોય તે રકમને આપણે આપણું દેવું ગણવું જોઇએ અને ચૂકવવામાં મોડું થાય તો વ્યાજ સાથે ચૂકવવું જોઇએ. સાંપ્રત સમયે સામાજિક અને ધાર્મિક સંસ્થાઓમાં દાન અંગે સાધનશુધ્ધિની વિચારણા આવશ્યક છે. દાના એ પાપ ઢાંકવાનું સાધન ન બની રહે, તેવા વિવેક અને જાગૃતિની જરૂર છે. આવી સંસ્થાઓમાં માત્ર ધનને જ પ્રતિષ્ઠા ન મળવી જોઇએ. દાન લેનાર સંસ્થાના ટ્રસ્ટી સંચાલકો અને સ્ટાફે સંપત્તિનો, ન્યાયપૂર્ણ ઉપયોગ કરવો જોઇએ.
દાન દેનાર આપતી સંસ્થા કે દાતાઓએ એવી યોજનાઓ દ્વારા દાન આપવું જોઇએ કે લેનારને વારંવાર દાન લેવું ન પડે પરંતુ તે સ્વાશ્રયી બની શકે.
દાનનું મુખ્ય અંગ સ્વત્વ, અંહ અને સ્વામીત્વનું વિસર્જન છે.
કુબેર, આનંદ શ્રાવક, શાલીભદ્ર, ધન્ના અણગાર, વસ્તુપાળ, તેજપાળ, જગડુશા જાવડશા, ભીમાશાહ, કર્ણ, બલિરાજા અને શીવાજી જેવા દાનવીરો પરિગ્રહના પહાડમાં તીરાડ પાડી દાનની ગંગા વહાવી છે તેના પૂણ્ય સ્મરણને વંદન કરીએ.
ભગવાન મહાવીર અઠો સંયમજીવન )