Book Title: Bhagwan Mahavir Ane Sanyam Jivan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 43
________________ ભગવાન મહાવીરની દાન પ્રરૂપણાએ ભારતીય સંસ્કૃતિમાં દાનભાવનાનું સંવર્ધન કર્યું છે : ઉપનિષદમાં એક પ્રસંગ છે. એકવાર દેવ, અસૂરો અને મનુષ્યોએ બ્રહ્માનો કહ્યું કે અમને કર્તવ્યનું જ્ઞાન આપો. બ્રહ્માએ દ દ દ નો ધ્વનિ કર્યો. દેવતાઓ તેનો અર્થ સમજયા કે ઇન્દ્રિયોનું દમન કરો. અસુરોએ એનો અર્થ કર્યો કે, જીવા પર દયા કરો અને મનુષ્યોએ બોધપ્રાપ્ત કર્યો કે, દાન કરો. અને એ પ્રતિબોધને માનવોએ આચરણમાં મૂક્યો. જે એક હાથે દાન આપે છે તે બન્ને હાથે મેળવી શકે છે. દાનથી સમૃધ્ધિમાં ગુણકની ગતિએ વૃદ્ધિ થાય છે. દાન પ્રતિષ્ઠા કે અહંકારની તૃપ્તિ માટે નથી, દાનથી કરુણા સ્નેહ સેવા બંધુત્વ જેવી ઉદાત્ત ભાવનાઓનો વિકાસ થાય છે. દિવ્યતાની જાગૃતિ સાથે ઇશ્વરિય આનંદની અનુભૂતિ થાય છે. જગતના દરેક ધર્મ દર્શન કે સંપ્રદાયમાં દાન ભાવનાનું મહત્વ છે. પરંતુ જયાં આવી ધાર્મિક શ્રધ્ધા નથી તેવા સમાજમાં પણ દાનની પરંપરા ઉપયોગી માનીને કહ્યું છે કે મંદિરમાં પ્રાર્થના માટે જોડાયેલા બે હાથ કરતાં દાન માટે ઉઠેલો એક હાથ પણ ધણોજ મહત્ત્વનો છે. - ભારતીય વૈદકદર્શનમાં મીમાંસા દર્શન પૂણ્યવાદી દર્શન છે. તેમાં દાનથી પુણ્યના ઉપાર્જનને મહત્ત્વનું ગયું છે. જયારે શ્રમણ સંસ્કૃતિની જૈન અને બૌધ્ધા પરંપરાએ સુપાત્ર દાનને મહત્વ આપ્યું છે. જેન પરંપરામાં દાનને સત્કાર્ય માનવામાં આવે છે. જેથી પરિગ્રહ ઓછો કરવા અને મમત્વ ઘટાડવા દાન કરવાનું કહ્યું છે. જેથી ભગવાન ઋષભદેવથી ચરમ તીર્થંકર ભગવાન મહાવીર સુધી બધાં જ તીર્થકરોએ દીક્ષાપૂર્વે એક વર્ષ સુધી વર્ષીદાન દીધું હતું. - ભગવાન મહાવીરે ‘સૂત્રકૃતાંગસૂત્ર' માં અભયદાનને જ શ્રેષ્ઠ દાન ગયું છે. દાનવીરને મેધની ઉપમા આપતા જણાવ્યું છે કે મેધના ચાર પ્રકાર છે. એક ગરજે છે પણ વરસતો નથી. બીજો વરસે છે પણ ગરજતો નથી. ત્રીજો ગરજે છે અને વરસે પણ છે. અને ચોથો ગરજતો પણ નથી અને વરસતો પણ નથી. આમ મેઘ સમાન મનુષ્યના પણ ચાર પ્રકાર છે. કોઇ દાન વિશે ગાજે છે એટલે મોટી જાહેરાતો કરે છે, પણ દાન દેતા નથી. બીજા દાન દે છે, પણ દાન વિષે કદી ((૩૮) ભગવાન મહાવીર અને સંયમજીવન )

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70