Book Title: Bhagwan Mahavir Ane Sanyam Jivan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 44
________________ જાહેરાત કરતાં નથી. ત્રીજા દાન વિશે જાહેરાતો કરે છે અને દાન પણ દે છે અને ચોથા દાન વિશે જાહેરાત કરતાં નથી અને દાન પણ દેતાં નથી. ભગવાન મહાવીરે આ કથનથી દાનની ગરિમાને સ્પષ્ટ કરી દીધી છે. દાન શીલ તપ અને ભાવ ધર્મના આ ચાર અંગોમાં, દાન માર્ગ ધણોજ સરળ છે. દરરોજ યથાશક્તિ દરેક વ્યક્તિ તેનું પાલન કરી શકે છે. આપણે આપણા ભવિષ્ય માટે લાંબા ગાળાના બોન્ડમાં રૂપિયાનું રોકાણ કરીએ છીએ, તેનું ફળ આ ભવમાં મળે છે ત્યારે દાનમાં ત્યાગ કરેલા રૂપિયા કે સંપત્તિનું અનેક ગણું ફળ ભવભવાંતરે મળે છે. દેનારના મનમાં અહંભાવ, અને લેનારના મનના લધુતાભાવ ન પ્રગટે એ દાન જ સ્વપરનું કલ્યાણ કરી શકે. આપણે લોકકલ્યાણ, ધર્મ કે જીવદયાની સંસ્થાઓમાં દાન આપીએ તેજ ધડીએ તેના પરનો મમત્વભાવ છોડી દેવો જોઇએ, દાનમાં આપેલા નાણાં કે સાધનોનો બરાબર ઉપયોગ થાય છે કે નહિ તે જોવા માટે નિયંત્રણ કે શરતો રાખીએ તે યોગ્ય છે. પરંતુ અહંભાવ સ્વાર્થ કે માલીકીભાવ રાખીએ તો દાન સાથે ત્યાગ કર્યો ન કહેવાય. જ્ઞાનીનું કથન છે કે જેમ મળત્યાગ પછી તેની સામું પણ જોતાં નથી, એવોજ ત્યાગ દાન કર્યા પછી કરવો જોઇએ. દાનમાં સંપત્તિના વિસર્જનનો ભાવ દાનનું સાફલ્ય છે. ‘ભેગું કરી જનારા કરતાં વાપરનારો સારો માટે જ કવિ સરોવર કરતાં, વરસી જતાં વાદળા અને ભરપૂર સંપત્તિના સ્વામી કરતાં, દાનવીરની પ્રશસ્તિ કરે છે. લાખો આતે, લાખો જાતે દુનિયામેં ન નિશાની હૈ જિસને છ દે કે દિખલાયા, ઉસકી અમર કહાની છે. મહાત્મા ભતૃહરિએ કહ્યું છે કે લક્ષ્મીનું ઉપાર્જન જે પોતે જ કર્યું હોય તો તે પુત્રી સમાન કહેવાય. જો લક્ષ્મી, પિતા દ્વારા ઉપાર્જિત હોય અને વારસામાં મળી હોય તો, બહેન સમાન ગણાય અને જો લક્ષ્મી અન્ય દ્વારા ઉપાર્જિત હોય તો તે પરસ્ત્રી સમાન છે. પુત્રી કે બહેન પ્રતિ અપાર વાત્સલ્ય કે સ્નેહ હોય તો પણ લાંબો સમય પિયર ઘરમાં રાખી શકાય નહિં. આથી આ ત્રણમાંથી કોઈપણ ((૩૯) ભગવાન મહાવીર અને સંયમજીવન)

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70