Book Title: Bhagwan Mahavir Ane Sanyam Jivan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 41
________________ (૪) કારુણ્યદાન :- સ્વજનના અવસાનથી થતાં શોકને કારણે આપનારા દાનને કારણ્ય' દાન કહે છે. મરણોત્તર ક્રિયા પાછળ થતા ખર્ચ કે તેની તિથિને દિવસે અપાતા દાનને કારુણ્યદાન કહે છે. (૫) લજજાદાન :- લજજાને વશ થઇને આપવામાં આવતું દાન લજાદાન છે. જનસમૂહમાં બેઠેલ કોઇ વ્યક્તિ પાસેથી જયારે કોઇ આવીને દાના અર્થ રકમ માંગે ત્યારે માગનારને રાજી રાખવા કે જનસમૂહની શરમને કારણે આપવાની ઇચ્છા ન હોવા છતાં દાન આપવું તે. (૬) ગૌરવ/કીર્તિ દાન - યશ કીર્તિ કે પ્રશંસા પામવા અથવા પોતાનું નાક રાખવા, સમાજનાં પોતાની વાહ વાહ બોલાય - પ્રતિષ્ઠામાં વધારો થાય તે આશયથી થતા દાનને ‘ગૌરવ દાન” કહે છે. | (૭) અધર્મ દાન :- જે દાન દેવાથી દાન લેનાર વ્યક્તિ હિંસા, જૂઠ, ચોરી વગેરે કુવ્યસનો સેવે અથવા અન્ય કોઇ પણ પ્રકારની પાપ પ્રવૃત્તિમાં - પાપ પ્રવૃત્તિને પોષવામાં દાન અપાય તો તેને અધર્મ દાન કહેવાય છે. (૮) ધર્મ દાન :- શ્રત અને ચારિત્રના ધર્મના પોષણ અને વૃદ્ધિ માટે જે દાન ધર્મભાવના સહિત આપવામાં આવે, તેને ધર્મદાન કહે છે. ધર્મના આરાધક સંતોને જે ૧૪ પ્રકારનું દાન, ધર્મબુદ્ધિએ એમના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની વૃદ્ધિ માટે અપાય તેને ધર્મદાન કહે છે. (૯) કરિષ્યતિ દાન :- વર્તમાનકાળે દાન આપવાથી મને ભવિષ્યમાં પ્રત્યકારરૂપે દાન મળશે. એવી ઇચ્છાથી આપવામાં આવતા દાનને કરિષ્યતિ દાન કહે છે. (૧૦) કૃત દાન :- પહેલા કરેલા, ઉપકારના બદલામાં જે કાંઈ આપવામાં આવે તેને ‘કૃત દાન' કહેવાય છે. ૩૬ ભગવાન મહાવીર અને સંયમજીવન )

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70