________________
અથવા તો ચોર લૂટી જાય છે. સત્કાર્યો માટે સંપત્તિનો પ્રવાહ રેલાવવો એ અત્યંત પ્રશંસનીય માનવકર્તવ્ય છે. દાન કર્તવ્યભાવનાથી જ કરવું જોઇએ. દાનની પાછળ અન્ય કોઇ સ્વાર્થ કે પ્રત્યુપકારની અપેક્ષા ન હોવી જોઇએ. દેશ-કાળ અને પાત્ર જોઇને દાન કરવું જોઇએ. દાનતીર્થમાં પાવન થયેલો માનવ પુનઃપુનઃ સંપત્તિનો પ્રસાદ પ્રાપ્ત કરે છે અને પરમઆનંદ માણી શકે છે. સંયમ અને ત્યાગ, દયા અને દાન જીવનને ધન્ય બનાવે છે. સંપત્તિ ભોગ્ય નહીં પણ ત્યાજ્ય છે. આપ્યું એટલું આપણું એવો રસ કેળવવો જોઇએ.
શ્રાવક ધર્મનાં શ્રાવકનાં કર્તવ્યોમાનું એક મહત્ત્વનું કર્તવ્ય દાન છે. સંપત્તિ-આવકનો નિયત કરેલો હિસ્સો અચૂક દાનમાં આપવાનું કર્તવ્ય દરેક શ્રાવકે બજાવવું જોઇએ. સંપત્તિને વાવીએ તેને વાપરીએ કે વેડફી નાખવામાં જ ફરજ પૂર્ણ થયેલી ન માની લઇએ તો માનવજીવન સાર્થક થયું ગણાશે.
દાનના પ્રકાર :- ઠાણાંગસૂત્રમાં દાનના દશ પ્રકાર ગણાવ્યા છે. (૧) અનુકંપાદાન, (૨) સંગ્રહદાન, (૩) ભયદાન, (૪) કારુણ્યદાન, (૫) લજ્જાદાન, (૬) ગૌરવદાન, (૭) અધર્મદાન, (૮) ધર્મદાન, (૯) કરિષ્યતિ દાન, (૧૦) કૃતદાન. દરેકની થોડી વિગત નીચે પ્રમાણે છે.
(૧) અનુકંપાદાન/અભયદાન :- દયાથી પ્રેરાઇને અંધ, લૂલા લંગડા, અનાથ, આપતિગ્રસ્ત જીવોને જે દાન આપી ફરજ બજાવ્યાનો સંતોષ માને છે તેને અનુકંપાદાન કહે છે. અભયદાનનો સમાવેશ પણ આ પ્રકારમાં થાય છે અને આપણા શાસ્ત્રકારોએ અભયદાનને ખૂબ મહત્ત્વનું દાન-શ્રેષ્ઠદાન પણ કહ્યું છે.
(૨) સંગ્રહદાન :- રોગ, ભૂકંપ, જળરેલ, તોફાન આદિથી પીડિત વ્યક્તિઓને સહાયતા આપવી તે ‘સંગ્રહ દાન' છે.
(3) ભયદાન :- રાજા-મંત્રી, કોટવાલ, પોલીસ, સરકારી અધિકારી વગેરેના ડરથી જે દાન આપવામાં આવે છે. તેને ભયદાન કહે છે. ભૂત-પિશાચ, મેલી વિદ્યા વગેરેથી મુક્ત થવા માટે જે વસ્તુ-પૈસા-વિધિ કરવામાં આવે તે ભયદાન છે.
૩૫
ભગવાન મહાવીર અને સંયમજીવન