________________
સંધ સમક્ષ, ગુરુજીની સાક્ષીએ બોલીને, ભોગ્ય વસ્તુનો ત્યાગ કરવો તેને વચનંત્યાગ કહે છે. અથવા સાવદ્યકારી અશિષ્ટ ભાષાનો, ઉત્સૂત્ર વચનનો, આશાતનાકારી, ઉદ્વેગજનક વચનનો ત્યાગ કરવો તેને વચનત્યાગ કહે છે.
કાય ત્યાગ - કાર્યોત્સર્ગ કે સંથારામાં શરીરનો ત્યાગ કરવો તેને કાયત્યાગ કહે છે. અથવા નિંદનીય, ત્યાગવાયોગ્ય દુષ્કૃત્યો, કાયાની ચંચળતાનો, અભક્ષ્ય દારૂ, માંસાહાર આદિનો તથા નિંદનીય સ્થાનમાં જવાનો ત્યાગ કરવો તેને કાયા ત્યાગ કહે છે.
મન-વચન-કાયાની અગુપ્તિનો ત્યાગ કરવો તેને અનુક્રમે મન-વચન અને કાયા ત્યાગ કહે છે.
અનાઆવશ્યક બાહ્ય ઉપકરણોનો ત્યાગ કરવો તેને ઉપણ ત્યાગ કહે છે.
દાન :- ભારતીય સંસ્કૃતિમાં દાનનું ધણું મહત્ત્વ છે. વિશ્વમાં જયાં જયાં જૈનો વસે છે ત્યાં ત્યાં દાનનો પ્રવાહ વહેડાવવાને પોતાનો ધર્મ સમજે છે. જૈન ધર્મમાં દાન ધર્મને ખૂબ અગત્યનું સ્થાન મળ્યું છે. પ્રત્યેક જૈન દાન આપવામાં અપાર આનંદ અનુભવે છે. આગમનાં પાના પર તથા ઇતિહાસનાં પૃષ્ઠો પર અનેક દાનેશ્વરીનો પરિચય મળે છે. તીર્થંકરનો આત્મા દીક્ષા પૂર્વે ‘વરસીદાન’ આપે છે. વર્તમાનમાં પણ અનેક જૈન દાનેશ્વરી છે. વંદનીય છે.
‘દાન’નો અર્થ :- પોતાના અધિકારમાં રહેલી વસ્તુ ઉપરથી પોતાનો અધિકાર હટાવી લઇને બીજાને આપી દેવો તેનું નામ ‘દાન’. સ્વપરના ઉપર ઉપકાર કરવાને અર્થે પોતાની વસ્તુનો ત્યાગ કરવો એટલે કે તે અન્યને આપી દેવી તેને ‘દાન' કહેવાય છે, વિધિપૂર્વક સુપાત્રને દાન દેવું તે ‘ત્યાગ’ છે ‘દાન' છે. લોભ એ પાપનું મૂળ છે તો દાન એ પુણ્યનો પ્રવાહ છે. દાન તો સંપત્તિનો યથોચિત સંવિભાગ છે.
શાસ્ત્રકારોએ ધનના મુખ્ય ત્રણ વ્યાપારો ગણાવ્યા છે. (૧) દાન, (૨) ભોગ, (૩) નાશ. આ ત્રણમાં દાનને અન્યને ઉદારતા પૂર્વક આપવાને સૌથી ઉત્તમ ઉપાય ગણાવેલ છે. એવો પણ ઉલ્લેખ મળે છે કે ધર્મકાર્યમાં જે દાન કરતો નથી તેનું ધન કાં તો અગ્નિના પ્રકોપથી બળી જાય છે, રાજા હરી લે છે
ભગવાન મહાવીર અને સંયમજીવન
૩૪