Book Title: Bhagwan Mahavir Ane Sanyam Jivan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 10
________________ મંગલ પ્રારંભ થશે. સવૃત્તિઓનો કરુણ રકાસ અસંયમને કારણે જ, આજના વિશ્વમાં નિરાશા જોવા મળે છે. સર્જનની નહી પણ સંહારની સામગ્રી દિન-પ્રતિદિન વધતી જાય છે. પ્રાકૃતિક સાધનો પર દરેકનો સમાન અધિકાર, વિશ્વ પર્યાવરણનું સંતુલન વગેરેની વાતો થાય છે પરંતુ કશું નક્કર પરિણામ પ્રાપ્ત થતું નથી. હિંસા, આંતક, તનાવ, રંગભેદ, ઝગડા, હડતાલ, કરફ્યુ, લૂંટ, ખૂન - માનવજાતના સર્વનાશ માટેની જ બધી તૈયારીઓ ચાલે છે. આજે આપણે બીજાને માટે જીવતા શીખીએ-સંયમ અને ત્યાગને જીવનશૈલી બનાવીએ પ્રેમ અને શાંતિના દૂત થઇએ. ‘ઉત્તમ સંયમ' બધાં ક્ષેત્રમાં - બધા માટે અનિવાર્ય છે. સંયમ વિનાનું જીવન એ જીવન નથી. આજનો માનવી ‘તાણ સતત તાણ લઇને જીવું છું. વેદનાનું એક પરિમાણ લઈને જીવું છું. લાગું છું બહારથી શાંત ભલે, પણ ભીતરમાં કંઇ કેટલાય રમખાણ લઇને જીવું છું.' આવી વિષમ પરિસ્થિતિમાં જીવતરને પસાર કરી રહ્યો છે. જીવનનાં ઉત્તમ વર્ષો ગુમાવી રહ્યો છે એને દેવ-ગુરુ-ધર્મના મહામાંગલ્યકારક પવિત્ર પંથે લાવવાનું અને એના જીવનમાં આશા, ઉમંગ, તરવરાટ, તાઝગી અને પવિત્રતા લાવવાનું કાર્ય સંયમ અને ત્યાગથી થઇ શકશે. બંધન, સમસ્યા અને દુઃખથી મુક્તિ મેળવવા માટે સંયમ ખૂબ ઉપકારક બની રહેશે. સ્વ-પર કલ્યાણ માટે મંગલ બની રહેશે. ભગવાન મહાવીરે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, (૧) સાધુ, (૨) સાધ્વી, (૩) શ્રાવક, (૪) શ્રાવિકા. સાધુ આચાર-સમાચારી અને શ્રાવકાચાર અને બંનેના સ્પષ્ટ ઉદ્દેશો કાર્યો પણ દર્શાવ્યાં છે. દશ પ્રકારના શ્રમણ ધર્મમાં એક “સંયમ ધર્મ છે. સંયમ એટલે શું ? અથવા સંયમ કોને કહેવાય ? સમ્ + યમ - સંયમ. ‘સમુ” એટલે સમ્યફ પ્રકારે “યમ' એટલે નિગ્રહ. સમ્યક પ્રકારે ઇન્દ્રિયોનો કષાયોના, વિભાવનો નિગ્રહ કરવો, તેનું નામ સંયમ. સમ્મ જોવા સંજમો. મણપઇ કાયાણ જ મહંતું, ભગવાળી મહાવીર અને સંયમજીવન )

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70