________________
ચૌગતિ વારણ છે સુખકારણ સંયમ ગુણ નિધાન
ટળે તાપ ત્રિવિધના આપ બને ભગવાન કપડું મેલું થાય તો તેને ધોવું પડે તેમ આત્મા ઉપર ચડી ગયેલા કર્મના મેલને ધોવા માટે સંયમ છે.
કર્મ પ્રક્ષાલને વારિ મંત્ર વિષાપહારણે વાયુ મેધાવરણે ભારિ સંયમશિવસુખ કારણઃ
કર્મની મલિનતાને ધોવા માટે વારિ (પાણી) છે. સંયમ આત્મરૂપી વસ્ત્ર ઉપર ચોંટી ગયેલા મેલને ધોવા માટે સંયમનું પાણી જોઇએ. સાબુ-પાઉડર વગેરે બધું જ હોય પરંતુ પાણી ન હોય તો ? પાણી વિના કપડાં ધોવાય ખરા ? તેમ જયાં સુધી જીવનમાં સંયમ નહી આવે ત્યાં સુધી અંદરની મલિનતા દૂર નહી થાય. કોઇને ઝેર ચડી ગયું હોય તો ગારુડી મંત્ર બોલી ઝેર ઉતારે, તેવી જ રીતે સંયમ એ અંદરમાં પડેલ વિષયની વાસનાનું ઝેર ઉતારનાર મંત્ર છે. કર્મરૂપી કાળા ભમ્મર વાદળાઓ આત્માને આવરણ કરીને રહ્યા છે. જો જીવનમાં સંયમરૂપ પવન હોય તો કર્મનાં વાદળા વિખેરાઇ જાય અને આત્માનું વિશુદ્ધ સ્વરુપ પ્રગટ થાય. સંયમ જ શિવસુખનું કારણ છે, સંયમ જેવો દુનિયામાં અન્ય કોઇ રસ નથી.
ભગવાન મહાવીરસ્વામીએ જીવનભર જેવી સાધના-આરાધના કરી છે. જેવું ઉત્તમ જીવન તેઓ જીવી ગયા છે તેનું જ તેમણા પ્રતિપાદન કર્યું છે. આચારને સર્વોત્તમ ધર્મ કહેનાર ભગવાને પોતાના જીવનમાં ઉત્તમ પ્રકારનું આચરણ કર્યા પછી જ આપણા સૌના માટે તેની પ્રરુપણા કરી હોય તે બધું ખૂબ નૈસર્ગિક અને અસરકારક બને છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, દાન અને ભાવ એમ પ્રત્યેક પરનું તેઓનું કોરુ ચિંતન જ નહીં કુદરતી આચરણ-સ્વાભાવિક કર્તવ્ય આપણા સૌને માટે અજોડ પ્રેરક બળ બની રહે છે. વિશ્વમાં જેમનો ઉત્તમ આચાર અને એ આચારનું વિચાર મારફત ઉત્તમ નિરુપણ જગતને પ્રાપ્ત થયું હોય તો તે ભગવાન મહાવીરનું છે. આચાર અને વિચારનો, વેશ-વાણી-વૃત્તિ અને વર્તનનો અજોડ સંગમ સમન્વય ભગવાન મહાવીરની વિશ્વને મળેલી અનુપમ ભેટ છે.
૧૦
ભગવાન મહાવીર અને સંયમજીવન)