________________
છાયાનો આશ્રય લેવો જોઇએ. બાહ્યતાપથી ત્રસ્ત થયેલા જીવ, વૃક્ષની છાયામાં વિશ્રાંતિ પામે છે તે જ રીતે વિભાવના ભાવથી ત્રાસિત થયેલ આત્મા પણ ચારિત્રરૂપ વૃક્ષની છાયામાં વિશ્રાંતિનો અનુભવ કરે છે.
ચારિત્રના પ્રકાર :
ચારિત્રના પાંચ પ્રકાર મળે છે. ઠાણાંગસૂત્રમાં ચારિત્ર એક છે તેમ દર્શાવ્યું છે. તો બીજી માન્યતા મુજબ દેશવિરતિ અને સર્વવિરતિ એમ બે પ્રકાર છે. ઓપશમિક, શાયિક અને ક્ષાયોપથમિક એમ ત્રણ ભેદ છે. સરાગ, વીતરાગ, સયોગ અને અયોગ ચાર પ્રકાર પણ મળે છે. સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ, સૂક્ષ્મસંપરાય અને યથાવાત - પાંચ પ્રકાર પણ દર્શાવેલ છે. પ્રત્યેકની ચર્ચા નહી કરતાં - દેશવિરતિ અને સર્વવિરતિ - બે પ્રકારની ચર્ચા જોઇએ. બાહ્યક્રિયાની તરતમાને કારણે ચારિત્રના બે ભેદ પડે છે. (૧) દેશવિરતિ ચારિત્ર, (૨) સર્વવિરતિચારિત્ર.
| હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહરૂપ પાંચે આશ્રવનો ત્યાગ તે વિરતિ છે. આ સ્થૂળ પાપ પ્રવૃત્તિઓથી થોડા સમય માટે વિરામ પામવું તે દેશવિરતિચારિત્ર છે અને સર્વપ્રકારની પાપ પ્રવૃત્તિઓથી સર્વથા અને સર્વદા વિરામ પામવું તે સર્વચારિત્ર છે. દેશવિરતિના ધારક સાધુ છે. અલ્પઅંશે વિરતિ તે અણુવ્રત’ છે જયારે સર્વીશે વિરતિ તે “મહાવ્રત' છે. શ્રાવકો દ્વારા ગ્રહણ કરાયેલા વ્રત સાધુનાં વ્રતોથી નાનાં હોય છે. તેથી પણ તેને અણુવ્રત કહ્યાં છે, એ વ્રતો પોતાના સ્વરૂપમાં નાનાં હોતાં નથી. મહાવ્રત કે અણુવ્રત આ વિશેષણ વ્રતોની સાથે જોડાય છે તે તેના પાળનારની ક્ષમતાના સામર્થ્યને કારણે જોડાય છે. શ્રાવકો એટલે વ્રતોના ઉપાસકો, તે ઉપાસકોની દશા સમજાવવા માટે બારવ્રતોનું વર્ણન પણ 'ઉપાસકદશાંગ’ સૂત્રમાં મળે છે. સર્વવિરતિ ધર સાધુઓ માટે પાંચ મહાવ્રત, છડું રાત્રીભોજન ત્યાગ, અનિવાર્ય વ્રત છે. 'માચારાંગસૂત્ર', 'પ્રશ્નવ્યાકરણ' સૂત્ર તથા “પન્નવણાં' સૂત્રમાં સાધુઓને માટે પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણગુપ્તિ આ તેર પ્રકારનું ચારિત્ર દર્શાવેલ છે.
૨૧
ભગવાન મહાવીર અને સંયમજીવન