________________
પ્રાધાન્ય મળ્યું છે. જ્ઞાનયુક્ત તપ જ સમ્યફતપ છે. તપ દ્વારા કર્મનિર્જરા એ આત્મવિશુદ્ધિનું સર્વોત્કૃષ્ટ સાધન છે. કરોડો સાધકો તપસાધનાને અપનાવી, આત્મવિશુદ્ધ કરી આત્મા પર લાગેલા કર્મદલિકોનો ક્ષય કરી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા છે..
આચારાંગસૂત્ર, ભગવતીસૂત્ર, ઔપપાતિક સૂત્ર, સ્થાનાંગ સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર, દશવૈકાલિક સૂત્ર તથા તત્વાર્થ સૂત્રમાં તપની ચર્ચા મળે છે.
દશવિજયતિ ધર્મમાં તપ અંતર્ગત છે. સાધુ આચારમાં તપનું સ્વતંત્રરૂપથી વર્ણન કરેલ છે તપથી નવાં કર્મનો બંધ અટકે છે અને પૂર્વે ઉપાર્જિત કર્મોનો ક્ષય થાય છે. તપથી સકામ નિર્જરા થાય છે. જેમ અગ્નિ રસોઇ બનાવવામાં નિમિત્ત બને અને કંઇક ભસ્મ પણ કરી નાંખે તેમ તપથી કર્મનો ક્ષયે તથા ઊંચ ગતિની પ્રાપ્તિ પણ થાય છે. તપક્રિયાનું મુખ્ય લક્ષ કર્મક્ષય છે, ઊંચગતિની પ્રાપ્તિ ગૌણ છે.
ઉત્તરાધ્યયન સૂત્રમાં ગૌતમસ્વામીએ ભગવાન મહાવીર સ્વામીને પ્રશ્ન કર્યો, હે ભગવાન ! તપથી જીવને શું પ્રાપ્ત થાય છે ? ભગવાન મહાવીરે જવાબ આપ્યો. ‘તપથી જીવ પૂર્વસંચિત કર્મને બોદા બનાવે છે, કરોડો ભવના સંચિતા કર્મની તપથી નિર્જરા થાય છે'.
- દીર્ધકાળથી સંચિત કર્મરજને તપદ્વારા શીધ્ર નષ્ટ કરી શકાય છે. જે રીતે અગ્નિ, હવાની મદદથી ઘાસ કાષ્ટ વગેરેને બાળે છે. તેમ જ્ઞાનરૂપી હવાથી યુક્ત શીલ, સંયમ અને સમાધિથી પ્રજવલિત તારૂપી અગ્નિ સંસારરૂપી બીજને બાળે છે. જેમાં માટીથી યુક્ત સુવર્ણ અગ્નિમાં તપાવવાથી શુદ્ધ થાય છે તેમ જીવ, વિશુદ્ધિને પ્રાપ્ત કરે છે. તપધર્મની આરાધના સરળ નથી. શરીર પરની મમતાનો ત્યાગ અને આહારસંજ્ઞાની લાલસાને પણ છોડવી પડે છે. કાયાને જિનાજ્ઞાકથિત કષ્ટમાં જોડ્યા વિના કયારેય આત્મકલ્યાણ થાય નહીં.
જૈન ધર્મના તીર્થંકરોનું જીવન તપાસતા - એ જીવન વિશેની વિગતો વાંચતાં કહી શકાય કે તેઓ તપસાધનાના મહાન પુરસ્કર્તા હતા. એક જ ભવમાં પોતાની મુક્તિ નિશ્ચિત છે એવું જાણતા હોવા છતાં, શ્રમણ ભગવાન મહાવીરે
ભગવાન મહાવીર અને સંયમજીવન )