________________
આ રીતે બાહ્યતમ આત્માને સન્માર્ગમાં સ્થિર રાખવાનું અપૂર્વસાધના છે. સાધુને જિતેન્દ્રિય બનાવવામાં બાહ્ય-તપની મહત્ત્વની ભૂમિકા હોય છે. અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ-આ ચાર પ્રકારથી રસનેન્દ્રિય પર કાબૂ આવે છે. કાયકલેશ અને વિવકતશયનાશનથી, પ્રતિસલીનતાથી સ્પર્શ, ધ્રાણ, ચક્ષુ અને શ્રોતના વિષયો પર અનાસક્તિ આવે છે. મનનો સંયમ તપમાં હોય છે એ આવશ્યક પણ છે. બાહ્યતપ પંચેન્દ્રિય સંબંધી વિષયસુખો પ્રતિ ઉદાસીનતા લાવવામાં, કષ્ટ સહન કરવામાં, શરીરની આસક્તિ અને મમત્વભાવને દૂર કરવામાં તથા આત્મકલ્યાણમાં પ્રવૃત્તિ રહેવામાં ખૂબ સહયોગી બને છે.
આહારસંજ્ઞાની આસક્તિને કારણે જીવનમાં તપ ન થઇ શકતો હોય તોય તપ પ્રત્યેનો આદરભાવ લેશ માત્ર ધટાડશો નહી, બાહ્યતપની ટીકા કે નિંદા કરીને પાપના ભાગીદાર થશો નહીં, તપના માર્ગે આગળ વધી રહેલા સત્ત્વશાળી . જીવોને હૃદયની વંદના કરજો, એવો તપ આપણે પણ કરી શકીએ એવી ભાવના, ભાવતા રહેજો. ‘તપ કરીએ સમતા રાખી ઘટમાં'. આચાર્ય રત્નસુંદરવિજયજી દર્શાવે છે. 'સમત્વભાવને આત્મસાત કરવા સાથે - બાહ્યતપની સાધનામાં ઝુકાવનારા કર્મસત્તાને ઝુકાવી દેવામાં પ્રચંડ સફળતાને વર્યા છે જયારે આહાર સંજ્ઞાને પરવશા બનેલાઓના કર્મસત્તાએ ડૂચા કાઢી નાખ્યા છે. મહામુનિવર કુંડરિક, મંગુઆચાર્ય મુનિ આષાઢાભૂતિને સંયમજીવનની સાધનાના ઉત્તમ કોટિના ફળથી વંચિત રાખવાનું કામ આહારસંજ્ઞાએ કર્યું છે, તેનું વિસ્મરણ ન થવું જોઇએ. શરીરનો શ્રેષ્ઠ ઉપયોગ તપ છે. શરીર ગમે તેટલું તંદુરસ્ત હોય, સામાનું મન મોહી લે તેવું આકર્ષક હોય તોય એની કિંમત તો એની અંદર બેઠેલા આત્માને કારણે જ છે, આ વાત બરાબર સમજાઇ જવી જોઇએ. આત્માને ગૌણ ગણીને શરીરને સાચવવાની કાળજી લેવા જેવી બીજી કોઇ મૂર્ખાઇ હોઇ શકે નહીં. આત્મકલ્યાણમાં સહાયક બને એટલા પૂરંતુ શરીર પણ મુખ્ય.
તપની ઉપાસના શુદ્ધિની ઉપાસના છે. આત્મશુદ્ધિની પ્રવૃત્તિ છે. નવતત્ત્વમાં તપનો સમાવેશ નિર્જરામાં કર્યો છે. નવી અશુદ્ધિ આત્મામાં પ્રવેશવા ન દે અને જૂની અશુદ્ધિસાફ કર્યા વિના ન રહે એવી તપની ઉપાસનામાં પણ સાવધ રહેવાનું છે. તપને ક્રોધ ખાઇ ન જાય તે માટે પૂરી જાગૃતિ રાખવાની છે. તપનું અજીર્ણ ક્રોધ છે, તેને દૂર રાખવાની પૂરી સંભાળ લેવાથી ખૂબ લાભ થશે.
((૨૬)
ભગવાન મહાવીર અને સંયમજીવન)