________________
(રસ) ત્યાગ, કાયકલેશ, પ્રતિ સંલીનતા તપથી દેહાધ્યાસત્યાગ, પ્રાયશ્ચિત્ત તપથી સ્વદોષ દર્શન, વિનય તપથી પરગુણદર્શન, વૈયાવચ્ચ તપથી ઇન્દ્રિયરમણતા ત્યાગ, સ્વાધ્યાય તપથી સ્વરૂપરમણતાની પ્રાપ્તિ અને ધ્યાન તથા વ્યુત્સર્ગતપથી સમાધિ જેવી ઉત્તમ ગુણ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, અનેક લબ્ધિઓ પ્રાપ્ત થાય છે.
‘કર્મ ખપાવે ચીકણાં, ભાવમંગલ તપ જાણ, પચાસ લબ્ધિ ઉપજે, જય જય તપ ગુણ ખાણ.'
સમ્યફતપની સહાયથી આત્મા, સર્વ કર્મ ખપાવીને સિદ્ધાચલમાં શાશ્વત નિવાસ પ્રાપ્ત કરી શકે છે. આવા ઉત્તમ મંગલ તપને વંદન.
ભગવાન મહાવીરની તપશ્ચર્યા, આંતરિક વિશુદ્ધિનો રાજમાર્ગ
શરીર અને મનના અનેક પ્રકારના રોગો સામે ચતુર કુશળ અને અનુભવી વૈધ જેમ વિવિધ પ્રકારના ઔષધો આપે છે તેમ દેવાધિદેવ પરમ તીર્થંકર મહાશ્રમણા ભગવાન મહાવીરે ભવરોગના નિવારણ માટે એકમાત્ર ઉત્તમકોટિનું તપશ્ચર્યારૂપી ઔષધ આપી આપણા પર પરમ ઉપકાર કર્યો છે. '
પ્રબુદ્ધ કરુણાના કરનાર મહાશ્રમણે પોતાના નિજ જીવનને પ્રયોગશાળા બનાવી, આ ઔષધિનો સફળ પ્રયોગ પોતાની જાત ઉપર કર્યો પછી જ તપશ્ચર્યા નામની ઉત્કૃષ્ટ જડીબુટ્ટી આપણને આપી.
પ્રમાદી જીવનચર્યામાંથી અપ્રમત્ત બનવા માટે બાહ્ય તપશ્ચર્યા છે. જીવની પ્રમાદી સ્થિતિમાં શરીર તથા ઇન્દ્રિયો સાધનામાં બાધક થઇ જાય છે. બાહ્ય તપશ્ચર્યા દ્વારા સંયમ આવવાથી ચેતના જાગૃત થશે. અને મન તથા શરીર સાધનામા પ્રવૃત્ત થશે. આત્યંતર તપશ્ચર્યાથી આ માર્ગે આગળને આગળ વધી શકાશે માટે જ ભગવાન મહાવીરે બાહ્યતપનું અનુસંધાન આત્યંતર તપ સાથે જોડી આંતરિક વિશુદ્ધિના રાજમાર્ગ પર જવા અંગુલિનિર્દેશ કર્યો.
શ્રી આચારાંગસૂત્રના નવમાં ઉપધાન શ્રત અધ્યયનના ચોથા ઉદ્દેશકમાં ભગવાનની અનશન, ઉણોદરી, રસપરિત્યાગ આદિ તપસ્યાઓની, ગોચરી ગવેષણા વિધિ, ધ્યાનસાધના અને પ્રભુની અપ્રમત અવસ્થાના વર્ણન પર ચિંતન કરતાં જણાશે કે પ્રભુની તપ સાધના, આહાર પાણીના સ્વૈચ્છિક નિયંત્રણપૂર્વકની હતી.
૨૮ )
ભગવાન મહાવીર અને સંયમજીવન )