________________
ભગવાન મહાવીરની દીર્ઘ મૌન સાધના પછી ઋજુવાલિકા નદીને કિનારે જે જ્ઞાન પ્રગટ થયું તે શાસ્ત્ર બની ગયું.
ધ્યાન અને આસન ભગવાનની બાહ્યાભ્યતર સાધનાના અંગો છે. ઉકડું આસન, પદ્માસન, સુખાસન અને ગો-દોહઆસનનું બાહ્ય તપશ્ચર્યામાં સ્થાન છે.
ભોજન એ સુધા નિવારવા અર્થે ઉપયોગી છે અને, જીવન માટે પદાર્થ છે. પદાર્થજીવન નથી. આઠ માસ ભગવાને ભાત, બોરકુટ અને અડદના બાકળા. પર જીવન નિર્વાહ કર્યો તે ઘટના એમની શરીર સ્થિતિની સહજતા અને નિર્મોહતાને સ્પષ્ટ કરે છે. ભગવાનના સ્વાદ વિજયનું એ પ્રતીક છે.
ભગવાન મહાવીરની સાધનામાં તેમણે પરિષહો સમતાભાવે સહન કર્યા, ઉપસર્ગો પર વિજય મેળવ્યો, મૈત્રીભાવથી પ્રાણીમાત્રને જીતી લીધાં. ભગવાન મહાવીરના તપે સિદ્ધ કર્યું કે તપશ્ચર્યા નૈસગિક ઔષધ છે. તપ એ શરીર, મન, અને આત્મા એ ત્રણે ને તંદુરસ્ત કરનાર સફળ જડીબુટ્ટી છે. વૈરાગ્યવૃત્તિ અને અભ્યાસથી તે સહજ બને છે. યોગમાત્રનો સમાવેશ તપશ્ચર્યામાં છે. તપશ્ચર્યાએ જ શ્રમણ મહાવીરને ભગવાન મહાવીર બનાવ્યા.
પરિષહોથી પાર ઉતર્યા. ઉપસર્ગો પર વિજય મેળવી આંતરશત્રુને પરાજિત કરી અરિહંત બન્યા. વિશ્વમૈત્રી પ્રગટાવી જીવમાત્રને જીતી લીધા. બાહ્યાવ્યંતર તપથી ભગવાન મહાવીર વિશ્વવંદ ત્રિવિજયી મહાવીર બન્યા.
ત્યાગ :
દશ શ્રમણ ધર્મમાં એક ‘ચિયાએ ધર્મ’ છે, આ પારિભાષિક શબ્દના (૧) ત્યાગ, (૨) દાન, (૩) વિસર્જન, (૪) અકિંચન્ય વગેરે અર્થ થાય છે.
આપણી પાસે હોય તેને સુપાત્રે આપી દેવું તેમજ આપણે લઇ શકીએ તેમ હોવા છતાં તેને છોડી દેવું તેને ત્યાગ કહે છે. બાહ્ય નવ પ્રકારનો પરિગ્રહ તથા આત્યંતર ચૌદ પ્રકારના પરિગ્રહનો સર્વથા ત્યાગ કરવો અથવા આવશ્યકતાનુસાર રાખીને બાકીનાનો ત્યાગ કરવો, તેમજ કોઇ પણ વસ્તુ ઉપર મૂર્છા ન રાખવી કે સંગ્રહ ન કરવો તેને ત્યાગ કહે છે. તપની સાથે ત્યાગ સંકળાયેલ છે. ત્યાગ ધર્મના પાલનથી અનેક લાભ થાય છે.
((૩૧)
ભગવાન મહાવીર અને સંયમજીવલ)