Book Title: Bhagwan Mahavir Ane Sanyam Jivan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 25
________________ આ નિર્વેદભાવને પ્રાપ્ત થયેલો આત્મા સ્વભાવમાં સ્થિર થાય છે, આત્મસ્વરરૂપમાં રમણતા કરે છે. મુનિ દેવચંદ્રજી ‘આગમસાર' માં ચારિત્રના સ્વરૂપને વિગતે સમજાવે છે. તેઓ લખે છે, ‘ચારિત્ર એટલે ચંચલતા રહિત સ્થિરતામય પરિણામ અને આત્મસ્વરૂપને વિષે એકત્વપણે રમણ, તન્મયતા, સ્વરૂપ વિશ્રાંતિ-તત્ત્વાનુભવ તે ચારિત્ર. એમણે આ વિચારને નિષેધ પક્ષ અને વિધિપક્ષ બંને પક્ષથી સમજાવેલ છે. નિષેધપક્ષ : પરિણામોની ચંચળતાનો અભાવ એટલે જેટલે અંશે મોહ અને ક્ષોભનાં પરિણામ ઘટતા જાય તેટલે અંશે ચંચળતા ઘટતી જાય છે. જ્ઞાનીઓએ દર્શાવ્યા મુજબ દર્શનમોહનીયકર્મના પરિણામ રુપ મોહ અને ચારિત્રમોહનીય કર્મના પરિણામ રુપ ક્ષોભ છે. ચારિત્રમોહનીય કર્મનો સર્વથા અભાવ થાય ત્યારે ક્ષોભનો અભાવ થવાથી, ચંચળતાનો અભાવ થાય અને જીવ પૂર્ણ અકંપપણાને પામે છે. જ્યાં સુધી મોહ અને ક્ષોભનાં પરિણામરૂપ ચંચળતા છે ત્યાંસુધી આતમપ્રદેશોમાં કંપન થાય અને તે કંપનથી કર્મબંધ થાય. પરંતુ જ્યારે તે ચંચળપરિણામ સ્થિર બની જાય ત્યારે આત્મપ્રદેશો પણ અકંપ બની જાય કર્મબંધ અટકી જાય છે અને તે જ ચારિત્રની પૂર્ણતા કે યથાખ્યાત ચારિત્ર છે. યથાખ્યાત ચારિત્ર પ્રગટ થાય છે. આ ચારિત્ર પ્રગટ થતાં સંપૂર્ણ કર્મક્ષય છ્ાય છે અને તે મુક્તિનું કારણ બની શકે છે. વિધિપક્ષ : સ્થિરતાનાં પરિણામ અને આત્મસ્વરૂપને વિશે રમણતા તે ચારિત્ર. ચંચળતાના નાશથી સ્હેજે સ્થિરતા આવે છે અને સ્વરૂપરમણતા થાય છે. આ સ્વરૂપ રમણતા તે જ ચારિત્ર છે. તે જ સ્વધર્મ છે. આ સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે સહુ કોઇએ સમ્યક્પુરુષાર્થ કરવાનો છે. અનાદિકાળથી આધિ-વ્યાધિ-ઉપાધિરુપ ત્રિવિધ તાપથી ભટકતાં જીવને સ્વરૂપરમણતા અને શુદ્ધ તત્વાનુભવથી સ્વધરમાં વિશ્રાંતિ થાય છે. પરમશાંતિનો અનુભવ થાય છે. જીવની વિશ્રાતિનું સ્થાન ચારિત્ર છે. ‘અણગારધર્મામૃત’ માં પંડિત આશાધરે ચારિત્રને વૃક્ષની છાયાની ઉપમા આપતા કહ્યું છે કે મુમુક્ષુઓએ જન્મરૂપ માર્ગનો થાક ઉતારવા સમ્યચારિત્રરૂપ વૃક્ષની ૨૦ ભગવાન મહાવીર અને સંયમજીવન

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70