Book Title: Bhagwan Mahavir Ane Sanyam Jivan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 23
________________ સમ્યગદર્શનની પ્રાપ્તિ ક્વી રીતે ? સંતના સમાગમ વિના કોઇ પણ આત્મા સાધનાને માર્ગે પ્રગતિ કરી. શકતો નથી એવી માન્યતા છે તે ઘણે અંશે યથાર્થ છે. તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં આચાર્ય ઉમાસ્વાતિજીએ સમ્યગદર્શનની પ્રાપ્તિ કેવી રીતે થાય છે તે પ્રશ્નના ઉત્તરમાં કહ્યું છે કે બે પ્રકારે પ્રાપ્ત થાય છે. (૧) નિસર્ગથી, (૨) અધિગમથી. નિસર્ગ અર્થાત્ કોઇના પણ નિમિત્ત વિના અધિગમ એટલે કોઇના નિમિત્તથીકોઇની સહાયથી. જે જીવને ભૂતકાળમાં ક્યારેય સમ્યગદર્શન ન થયું હોય તેને પ્રથમ સમ્યફદર્શનના પ્રાગટ્યામાં કોઇને કોઇ નિમિત્ત અવશ્ય હોય છે. પછી ભલેને એ તીર્થંકર પરમાત્મા હોય, નિગ્રંથ સંત હોય. પરંતુ જે જીવ એકવાર સમ્યગદર્શન પામ્યો હોય પણ મોહનીયના ઉદયે, તે જીવ સમ્યગદર્શનથી પતિત થઈ જાય અને ફરી એ જ ભવમાં સમ્યગદર્શન થાય ત્યારે તેને કોઇ નિમિત્તની જરૂર નથી, સ્વયં જ પ્રગટે. કોઇ પણ જીવ સમ્યક્ત્વ ત્યારે જ પામી શકે કે જયારે તેની વ્યવહાર શુદ્ધિ થઇ હોય. એક વાર જેને સમ્યગદર્શન થઇ ગયું તેનું ભવભ્રમણ સીમિત થઇ જાય છે, મોક્ષ નિશ્વિત થાય છે. જો આ સમ્યગદર્શન ટકી રહે તો ત્રીજે ભવે મોક્ષ થાય, નહીં તો પંદરમે ભવે અને અંતે અર્ધપુદ્ગલ પરાવર્તમાં તો મોક્ષ થઇ જ જાય. સમક્ગદર્શન પ્રાપ્ત કરવા માટે પોતામાં જ ઊંડા ઊતરતાં શીખવાનું છે. જાતસાથે વાત કરવાની જાતને ઓળખવાની 'હું' ને જગાડવાની વાત કરવાની, ‘હું' કોણ ? સતત વિચારવાની અને હું' ની શોધ કરવાની પ્રવૃત્તિ કરીએ સમ્યગુપુષાર્થમાં લાગી જઈએ તો સમ્યગદર્શન પ્રાપ્ત કરવું મુશ્કેલ નથી. આત્મિક ક્ષેત્રે આપણી સૌની આ પ્રાથમિક ફરજ છે. સ્વયં-સ્વયંને શોધે, સ્વયં-સ્વયંને જાણે, સ્વયં-સ્વયં ને માણે-પરમાંથી ખસવાની અને જાગૃતિપૂર્વક આત્મશોધમાં મચી પડવાથી આપણા અંતઃકરણમાં સમ્યગદર્શનનું બીજારોપણ અવશ્ય કરી શકશું એવી દ્રઢ શ્રદ્ધા સાથે બધી સાધના કરવાની છે. આપણું ચરમ અને પરમધ્યેય એ જ બની રહેવું જોઇએ, ભવપરંપરાનું ચક્ર અટકી જાય અને આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત થાય એવી માંગલ્યકારી સાધના કરી લઇએ. આવી ઉત્તમસાધના જ જીવનની સાર્થકતા બની રહેશે અને માનવભવ મળ્યાનો પરમ આનંદ માણી શકાશે. ૧૮ ) ભગવાન મહાવીર અને સંયમજીવન)

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70