________________
સમ્યગદર્શન આત્માના અનંતગણોમાં શ્રદ્ધા ગુણની નિર્મળ પર્યાય છે. આત્માનો એ સ્વાભાવિક ધર્મ છે. પરંતુ અનાદિકાળની આત્માની મૂઢદશા-દર્શન મોહનીયના આવરણથી આત્માનો મૂળ શુભ (શુધ્ધ) ગુણ આવૃત્ત થયો છે. જે રીતે મેધપટલથી આવરિત સૂર્ય પ્રકાશ મેધપટલના દૂર થવા પ્રકાશિત થાય તેમ દર્શન મોહનીય દૂર થતા સમ્યગદર્શન પ્રગટ થાય છે. આ સમ્યગદર્શન આધ્યાત્મિક વિકાસનું પ્રથમ, મધ્યમ અને અંતિમ સોપાન છે. ભેદજ્ઞાન પણ સમ્યગદર્શનથી પ્રાપ્ત થાય છે. આગમ ગ્રંથ ઉત્તરાધ્યયન સૂત્રમાં દર્શાવેલ છે કે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ - એ નવતત્ત્વની સ્વભાવથી અર્થાત્ ઉપદેશાદિ નિમિત્ત વિના અથવા ઉપદેશ દ્વારા રુચિપૂર્વક શ્રદ્ધા કરવી તે સમ્યગદર્શન છે. નવતત્વની શ્રદ્ધા સહિતના આત્મતત્ત્વની શ્રદ્ધા જ પ્રધાન છે. નવ તત્વનું યથાર્થોનું પદ્ધાર્થ રીતે, પૂર્ણ શ્રદ્ધાથી શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરીને જીવ પરભાવથી મુક્ત એવા સ્વરૂપે પિછાણી શકે છે. સંક્ષેપમાં, એમ પણ કહી શકાય કે સમ્યગદર્શન એટલે નવતત્વના આધારે જડ અને ચેતનનો ભેદ કરીને ચૈતન્યતત્વની અનુભુતિ કરવી. સમ્યગદર્શન એટલે આત્મદર્શન. અનુભવગોચર હોવા છતાં તેની અભિવ્યક્તિ પાત્ર ભેદે ભિન્ન પ્રકારે થાય છે.
જડ અને ચેતનનો ભેદ કરી, જડને છોડી ચેતનમાં સ્થિર થવું તે જ મુખ્ય છે. શ્રી પૂજ્યપાદસ્વામીએ ‘ઇબ્દોપદેશ' માં દર્શાવ્યું છે. જીવ અને પુદગલ બંને દ્રવ્ય ભિન્ન છે, એ જ તત્વ નો સાર છે, તે સિવાયનું અને જે કાંઇ વ્યાખ્યાન છે તે તેનો જ વિસ્તાર છે. પ્રકાશના ભાવમાં અંધકાર સંભવિત જ નથી તેમ ભેદજ્ઞાન કે સમ્યગદર્શનના સદ્ભાવમાં અનંત સંસારવર્ધક કર્મો ટકી શકતાં જ નથી. ‘ઉવસગચહર સ્રોત' માં સમ્યક્ત્વનો મહિમા વર્ણવતા કહ્યું છે. હે પ્રભુ ! ચિંતામણિ કલ્પવૃક્ષ સમાન તારા સમ્યકત્વની પ્રાપ્તિ થતાં સમ્યક્ત્વને પામેલા જીવો, પાપોને વિદ્ગોને દૂર કરી અજરઅમર સ્થાન મોક્ષને પામે છે. મુનિશ્રી દેવચંદ્રજીએ દ્રવ્યપ્રકાશ માં સમ્યગદર્શનનો મહિમા વર્ણવતા કહેલ છે કે જે કોઇ ભવ્યજીવ ભેદજ્ઞાનની અનુભૂતિમાં જ તલ્લીન રહે છે તે, કર્મોનાં બંધનોને એક ક્ષણ માત્રમાં જ ઉખેડી નાંખે છે, તેમાં ભેદજ્ઞાન મુખ્ય કારણ છે, તેના અભાવમાં બંધના ચક્રમાં ફસાયેલો જીવ આઠે પ્રહાર માત્ર કર્મબંધન જ કરે છે અને તેની જાળમાં ફસાઇને સંસારભ્રમણ કરે છે.
૧૬
ભગવાન મહાવીર અને સંયમજીવન )