Book Title: Bhagwan Mahavir Ane Sanyam Jivan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 20
________________ સમ્યગદર્શન અને સંયમ સાધના : સમર્પણની શરૂઆત જો અરિહંતથી છે તો સાધનાની શરૂઆત સમ્યગદર્શનથી છે. તત્ત્વાર્થશ્રદ્ધાને સમ્યગદર્શનમ્ અર્થાત જિનેશ્વર ભગવંતે કહેલા તત્ત્વો પરની શ્રદ્ધા એ જ સમ્યગદર્શન છે. સમ્યગદર્શન વિના સમ્યગજ્ઞાન, સમ્યફચારિત્ર કે સમ્યક્તપનું અસ્તિત્વ પણ શક્ય નથી. પરમાત્મા જ સાચા, હું નહીં, આ વિચાર સાથે મનને સંમત કરવું પડશે. અહંકારને ઓગાળ્યા વિના સમર્પણ નથી જ નથી. આ વાક્યને સતત સ્મૃતિમાં રાખવું એ મનુષ્ય સરલ આચરણ અહંના ત્યાગ માટે ભરપૂર પ્રયત્ન કરતા રહેવાથી સમ્યગદર્શન મળશે. જૈનદર્શન સ્પષ્ટપણે કહે છે કે પ્રત્યેક આત્મામાં પરમાત્મા થવાની શક્તિ પડી છે. પુરુષાર્થ કરે તો કોઇ પણ પરમાત્મા બની શકે છે. પરમાત્મદર્શનું બીજ, સમ્યગદર્શન છે. શાસ્ત્રકારો એવું દર્શાવે છે કે જે ભવમાં જીવ પામે એ જ એનો પહેલો ભવ ! એની પહેલાના ભવોની કોઇ ગણતરી જ નહીં. પ્રભુ મહાવીર, મહાવીર બન્યા તે પહેલાંના તેઓના ૨૬ ભવોને જોઇશું તો ખ્યાલ આવશે કે તેઓ ક્યાંથી ક્યાં પહોંચી શક્યા ? કેટકેટલાં કષ્ટો સહન કરીને પરમાત્માપદને પામી શક્યા, ટૂંકમાં, જે ભવમાં જીવ પ્રથમ સમ્યગદર્શનને પામે છે તે ભવથી તેની આત્મ-સાધનાનો પ્રારંભ થાય છે અને મોક્ષ પામે ત્યાં સાધનાની પૂર્ણાહુતિ થાય છે. સમ્યફદર્શન એથી એ ભવોની જ ગણતરી થાય છે. ભગવાન મહાવીર ૨૭મે ભવે મોક્ષે પધાર્યા તે પૂર્વે તેઓના ૨૬ભવો થયા છે અને બધા મળીને ૨૭ ભવોની ગણના કરવામાં આવે છે. સમ્યગદર્શન એટલે શું ? ‘સમ્યગદર્શન'માં બે શબ્દોનું મિલન છે. સમ્યક્ = પદાર્થ + પ્રશસ્ત; દર્શન એટલે શ્રદ્ધા, જે વસ્તુ જેવી હોય તેવી જ રીતે તેમાં શ્રદ્ધા રાખવી તે સમ્યગદર્શન. વસ્તુનું સત્ય-યથાર્થ દર્શન કરવું તે. કેવળજ્ઞાની ભગવંતોએ પોતાના પૂર્ણ જ્ઞાનથી જગત અને જગતના પદાર્થોનું સાક્ષાત દર્શન કરીને જે પદાર્થો માટે જે જાતનો અભિપ્રાય આપ્યો છે, તે અભિપ્રાયને અત્યંત આદરથી માન્ય રાખવોસ્વીકારવો તેનું નામ છે સમ્યગદર્શન. કેવળજ્ઞાનીએ જ્ઞાનની આંખથી જોઇને જે સત્યતત્વ જગતને દર્શાવ્યું તે સત્યતત્વને આપણે શ્રદ્ધાની નિર્મળ આંખથી જોવું - તે મુજબ વૃત્તિમાં પરિવર્તન કરવું તેનું નામ સમ્યગદર્શન. ((૧૫) ભગવાન મહાવીર અ સંયમજીવન

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70