Book Title: Bhagwan Mahavir Ane Sanyam Jivan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 18
________________ બધા જ જીવો સાથે પ્રભુને વેર હોય તોજ એ જીવોના અંતરમાં વેરના ભાવો જાગ્યા હોય. ભૂતકાળના ભવોમાં કેટલા જીવો સાથે કેવાં-કેવાં વેર બાંધ્યા હશે તો જ તેઓને અંતિમ ભવમાં એક સાથે એ બધાં ઉદયમાં આવ્યા અને ભોગવવા પડ્યાં. પરંતુ જૂના વેરાનુબંધ, નવાં કર્મના બંધનમાં નિમિત્તુપ નથી બન્યા. દેવરાજ ઇન્દ્રની સહાયનો અસ્વીકાર કરીને, અડગતાથી અત્યંત સમતા પૂર્વક સહી લે છે. બધાં જ કર્મો ને હસતાં હસતાં આવકાર આપે છે અને કર્મ સિદ્ધાંતને સ્પષ્ટતાથી દર્શાવે છે, સામાન્ય જીવ હોય કે તીર્થંકરનો આત્મા હોય બધાએ પાપ-પુણ્ય ભોગવવાં જ પડે. કર્મ આગળ બધાં સરખાં. ગૌતમ અને ગોશાળો બંને પ્રત્યે સમાનભાવ દર્શાવી ભગવાન મહાવીરે સાધક માટે કેવી જાગૃતિ અને કેવા ઉત્તમ-મંગલ ભાવોમાં લીન રહેવાનું તે દર્શાવ્યું છે. જન્મતાંની સાથે જ તેઓએ ઇન્દ્ર આદિ દેવોને પોતાની શક્તિનો પરિચય આપ્યો જ છે, તેઓએ ધાર્યું હોત તો બધા ઉપસર્ગોને સરળતાથી દૂર કરી શક્યા હોત, પરંતુ તેમ ન કરવાનું મુખ્ય કારણ પણ આ અંતિમ ભવમાં બધા પાપ-પુણ્યના હિસાબ પૂર્ણ કરી પરમગતિને પ્રાપ્ત કરી લેવાનું છે. ભગવાન મહાવીરે પોતાનામાં રહેલી જ્ઞાનની શક્તિનો ઉપયોગ સ્વ માટે નથી કર્યો કે, આવતાં વિઘ્નો-સંકટોના નિવારણ માટે પણ નથી કર્યો પરંતુ, વિશ્વકલ્યાણ અને વિશ્વમાંગલ્ય માટે કર્યો છે. આ દ્વારા આધ્યાત્મિક ઉત્થાન અને સામાજિક ઉત્થાનનો આદર્શ પ્રસ્તુત કર્યો છે. જ્ઞાન એ અંધારામાં પડેલા આત્માને ઓળખવાનો દીવો છે ઃ જૈનધર્મમાં જ્ઞાનને સર્વોચ્ચ સ્થાન આપ્યું છે. જ્ઞાન વિનાની ક્રિયાની કશી કિંમત નથી, એટલું જ નહીં જ્ઞાનનું ફળ વિરતિ છે એવું દર્શાવીને સમ્યજ્ઞાન દર્શન અને ચારિત્રથી જ મોક્ષ પ્રાપ્તિ થઇ શકે છે. મોક્ષપ્રાપ્તિનું સાધન જ્ઞાન સર્વ કર્મથી છુટકારો અપાવી શકે છે. જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રયી ને ખૂબ મહત્ત્વનું સ્થાન આપ્યું છે. જ્ઞાન, આત્માની સ્વભાવદશા છે. જ્ઞાન એ અમૃત છે, રસાયણ છે, ઔષધ છે, અજ્ઞાનરુપ રોગને દૂર કરનાર જ્ઞાન, રાગ-દ્વેષને દૂર કરનાર પરમ જ્યોતિરુપ છે. પરમસમાધિ જ્ઞાનથી પ્રાપ્ત થાય છે. આત્મા સ્વયં જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન આત્મા છે અને આત્મા જ્ઞાન છે. આચારાંગ સૂત્રમાં દર્શાવેલ છે. ‘જે આત્મા છે તે વિજ્ઞાતા છે, જે વિજ્ઞાતા છે તે જ આત્મા છે'. આત્માના અનંતગુણ હોવા છતાં જ્ઞાનગુણની મહતા છે. જીવાત્મા જ્ઞાન સ્વરૂપ હોવા છતાં ૧૩ ભગવાન મહાવીર અને સંયમજીવન

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70