Book Title: Bhagwan Mahavir Ane Sanyam Jivan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 16
________________ ભગવાન મહાવીરના સંયમજીવનને સમૃદ્ધ બનાવવામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, દાન અને ભાવનું શું મહત્ત્વ છે તેની સંક્ષેપમાં ચર્ચા કરવાનો આશય છે. વિગતપૂર્ણ ચર્ચા કરવા માટે તો પ્રત્યેક મુદા ઉપર એક સ્વતંત્ર વિશાળ ગ્રંથ થઇ શકે તેટલી ભરપૂર સામગ્રી આગમકારોએ અને જ્ઞાનીઓએ આપી છે. જ્ઞાનના મહાસાગરમાંથી એક-બે અમૃતબિંદુ, અહીં દર્શાવવાનો પ્રયાસ છે. જ્ઞાન અને ભગવાન મહાવીરનું સંયમજીવન ઃ વીતરાગ પરમાત્મા અનંતજ્ઞાની-અનંતદર્શની ભગવાન મહાવીર, જગતના જીવોને મોક્ષનો માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યકચારિત્રથી થાય છે. ભગવાન મહાવીરનો આત્મા સંસારના અંતની નજીક પહોંચ્યો છે, માત્ર એક ભવ બાકી રહ્યો છે. મનુષ્યલોકમાં જન્મ લેવો છે પણ દેવના સુખને છોડવાની જરા પણ વેદના તેઓને થતી નથી. સુખસંપત્તિ, સંયોગ કે વિયોગ તેમના આત્માને ડગાવી શકે તેમ નથી. મતિ-શ્રુત અને અવધિ એમ ત્રણ જ્ઞાન સાથે તેઓનો આ ધરતી પર જન્મ થયો. કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા માટેનો પુરુષાર્થ આ ભવમાં કરવાનો એમનો ઉદ્દેશ છે. વર્ધમાન મોટા થઇ રહ્યા છે. એ જાણે છે પોતે સિદ્ધ છે, બુદ્ધ છે પરંતુ માતાને રાજી રાખવા નિર્દોષ બાળક જેવાં તોફાન કરી રહ્યા છે, એ તોફાનમાં પણ એમનું આત્મતેજ ચમકે છે. આ આત્મતેજના ચમકારા જેમાં જોવા મળે છે તેવા બે પ્રસંગો જોઇએ. પહેલો પ્રસંગ :- બગીચામાંથી ચૂંટી લાવેલા સુગંધી પુષ્પોની વણીથી દાસીઓ ત્રિશલામાતાનો કેશકલાપ ગૂંથી રહ્યા છે. ત્રણ વર્ષની વયના બાળક વર્ધમાન એ સજાવટને જોઇ રહ્યાં છે અને એકાએક રડવા લાગે છે. માતા ગભરાઇને દોડીને વર્ધમાનને તેડી લે છે અને રુદનનું કારણ જાણવા ઇચ્છે છે. વર્ધમાન જવાબ આપે છે, “મા ! ફૂલને કેમ મારી નાખ્યાં ?' માતા કહે છે કે માર્યા નથી, ડાળીમાંથી ચૂંટી લીધાં છે. બાળક વર્ધમાન કહે છે કૂલ ડાળી પર હોય ત્યા સુધી જ જીવતાં રહે છે, ચૂંટી લઇએ તો એ મરી જાય. માતા ફરીથી પૂછે છે, બેટા, આ ફૂલ ક્યાં મર્યા છે એ તો તાજ-સુગંધી છે' વર્ધમાન કહે છે કે ના માં એમ નથી ક્ષણે-ક્ષણે એ - કરમાતા જાય છે.' ફરીથી ફૂલને ચૂંટીશ નહીં માં, મને બહુ દુઃખ થયું છે. પોતાના જ્ઞાનથી વર્ધમાનને બધે સર્વત્ર આત્માના દર્શન થાય છે. ( ૧૧ ભગવાન મહાવીર અને સંયમજીવન )

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70