Book Title: Bhagwan Mahavir Ane Sanyam Jivan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 14
________________ સંયમજીવન અંગીકાર કરનારને કેવા લાભ થાય છે ? શાસ્ત્રકારોએ સંયમજીવનનું ખૂબ ગૌરવ કર્યું છે. જૈનધર્મમાં આત્માને પરમાત્મા બનાવનાર મહત્ત્વના અવલંબન તરીકે સંયમજીવનનું ગૌરવ કર્યું છે. અપવાદરુપ થોડાક કિસ્સાઓને બાદ કરતાં, સાધક જીવ સંયમધારણ ન કરે ત્યાં સુધી સિદ્ધત્વને પ્રાપ્ત કરી શકતો નથી. જીવ, બાધક દશા છોડીને સાધક દશા પ્રાપ્ત કરે અને સિદ્ધ દશાને વરે એ એનું ધ્યેય હોય છે. આ સિદ્ધ દશા જ સર્વોત્તમ સ્થિતિ છે અંતિમ લક્ષ્ય છે. પરંતુ એ દશા પ્રાપ્ત કર્યા પૂર્વે સંયમથી કેવા કેવા લાભ થાય છે તે જોઇએ. - ૧) ૨) 3) ૪) ૮) સંયમ એકત્વ ભાવનામાં રમાડનાર છે. સંયમ એ અસંગદશાને અર્પનાર છે. સંયમ એ કષાયોને વમાવી સુતેલા આત્માને જગાડનાર છે. સંયમ એ આત્મગુણોના વિકાસનું મહત્વનું સોપાન છે. જીવનમાં રહેલા આત્મગુણોના આ ભૂમિકાએ સમજાય છે. આત્મગુણોની રક્ષા પણ કરે છે. સંયમ એ બંધનને કાપનાર તીક્ષ્ણ છીણી છે. સંયમ એ પાપ-તાપને શાંત કરનાર છે. સંયમ એ ત્યાગ સાથે આત્મીયતા બાંધી પોતાનો દોસ્ત બનાવનાર છે. સંયમ એ વક્તાને વેરી માની તેને દેશવટો આપી, સરળતાના સ્વીકાર માટે તૈયાર કરે છે. સંયમ આકાશવત સદા નિર્લેપ રહેનાર છે અને ‘હું’ માંથી ‘તે’ ના રાહે લઇ જાય છે. વીતરાગના મહેલમાં પ્રવેશ કરવાનું મુખ્ય દ્વાર સંયમ છે. આવા ઉત્તમ લાભ સંયમજીવનથી મળે છે તેથી પ્રત્યેક માનવીનું કર્તવ્ય છે કે તેણે આ લાભો મેળવવા ભવ્ય સમ્યક્ પુરુષાર્થ કરવો જોઇએ અને એ માર્ગે પ્રગતિ કરતાં કરતાં, ઉત્તમ ગુણોની પ્રાપ્તિથી સંસારસાગર તરી જવાની શક્તિ પ્રાપ્ત કરવાની છે. ભગવાન મહાવીર અને સંયમજીવન

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70