Book Title: Bhagwan Mahavir Ane Sanyam Jivan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 12
________________ આધ્યાત્મિક ક્ષેત્રે જ નહીં, સંસારીઓ માટે રોજિંદા વ્યવહારમાં પણ સંયમ અનિવાર્ય છે. બાહ્ય રિદ્ધિ-સિદ્ધ તેમજ સુખ-શાંતિ સંયમથી જ પ્રાપ્ત થાય છે. વધારે ભોજન કરવામાં આવે-આહાર લેવામાં આવે તો, શરીરમાં શક્તિ આવવાને બદલે રાત્રે ઉત્પન્ન થાય છે. શરીરની નીરોગિતા રૂપ રિદ્ધિ-સિદ્ધ ખોવાઇ જાય છે. એ પાછી મેળવવી હોય તો ખોરાકનો ત્યાગ અથવા સપ્રમાણ આહાર કરવો અનિવાર્ય છે. ખોરાકનો ત્યાગ એ બાહ્ય સંયમ છે. શરીરના રોગને દૂર કરવા માટે ખોરાકના સંયમની જરૂર છે તો પછી જેને મિથ્યાત્વ કષાયાદિના મહારોગ લાગુ પડ્યા છે અને એને કારણે આત્મા પોતાની નીરોગીતાને ખોઇ બેઠો છે, એ ગુમાવેલી નીરોગીતા પ્રાપ્ત કરવા માટે આધ્યાત્મિક ક્ષેત્રે તો સંયમ અવશ્ય જરૂરી છે. સંયમ વિના સિદ્ધિ નહીં એવું કથન સંપૂર્ણપણે પથાર્થ છે. સંયમ અને તપનું મિલન જૈન ધર્મમાં તપનું ખૂબ મહત્ત્વ છે. તપની સાથે સંયમનું હોવું જરૂરી છે. સંયમ વિનાના તપને ફળદાયક માનેલ નથી આવા તપથી થોડાક પુણ્યનો સંયમ અને ભોતિક સુખ-સાધનોજ પ્રાપ્તિ થઇ શકે છે પણ કલ્યાણ અને મોક્ષ તો ન થઇ શકે અસંયમને કારણે નવાં કર્મોનો બંધ થતો રહેશે. તેથી તપનું વાસ્તવિક ફળ કર્મનિજરા ત્યારે જ પ્રાપ્ત થશે. જ્યારે સંવરરૂપ સંમભાવનો સ્વીકાર કરવામાં આવે નવાં કર્મોના આગમનને સંયમથી અટકાવવા પડશે. સંયમ વિનાનું તપ એ તપ જ નથી. સંયમ પ્રથમ સોપાન છે, તપ તે પછીનું સોપાન છે. જે પ્રથમ છે તેને પ્રથમ સ્વીકારવાથી પછીનાનો સ્વીકાર થશે. સંયમ સાથેની બાહ્ય તપસ્યા જૈન ધર્મનું વિશેષ પ્રદાન છે. સંયમી સાધક આત્માઓ આપણને સૌને ઉત્તમ માર્ગદર્શન આપી, ભવકટી કરાવવાનું પુણ્ય કાર્ય કરી શકશે. ઉત્તરાધ્યયનસૂત્રના ૨૯મા અધ્યયનમાં, ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને પ્રશ્ન પુછ્યો, ‘હે ભગવાન ! સંયમ ધારણ કરનાર જીવને શું લાભ થાય ?' ભગવાન મહાવીરે જવાબ આપ્યો, ‘હે ગૌતમ ! સંયમ ધારણ કરવાથી આશ્રવોનો નિરોધ થાય છે'. આવા ઉત્તમ જવાબથી જીવનમાં સંયમનું કેટલું ઊંચું સ્થાન છે તે ભગવાન મહાવીરે દર્શાવ્યું છે. સંયમમાં સ્થિર રહેવા માટે સાધકે કેવા ७ ભગવાન મહાવીર અને સંયમજીવન

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70