Book Title: Bhagwan Mahavir Ane Sanyam Jivan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 11
________________ અર્થાત્ મન-વચન-કાયાનું સમ્યફ સંયમમાં નિયમન તે સંયમ. વિવેકપૂર્વકનું આચરણ તે સંયમ. મન-વચન-કાયા પર અંકુશ રાખી, જીવનની પ્રત્યેક પ્રવૃત્તિ જાગૃતિપૂર્વક કરવી - પથાર્થ રીતે કરવી તે સંયમ. સંયમ=ચારિત્ર-દીક્ષા. સમવાયાંગ સૂત્રમાં સંયમ વિશે દર્શાવ્યું છે કે સમિતિ અથવા સાવધાનીપૂર્વક ચમ-નિયમોનું પાલન કરવું તો સંયમ છે. સત્તર પ્રકારના સંયમ અને સત્તર પ્રકારના અસંયમ તેમાં વર્ણવેલ છે. ૧૭ પ્રકારના સંયમ : પૃથ્વીકાયસંયમ, અપકાયસંયમ, તે ઉકાયસંયમ, વાયુકાયસંયમ, વનસ્પતિકાયસંયમ, બે ઇન્દ્રિયસંયમ, તેઇનિદ્રયસંયમ, ચઉરેનિદ્રયસંયમ, પંચેન્દ્રિયસંયમ, અજીવકાયસંયમ, પ્રેક્ષાસંયમ, ઉપેક્ષાસંયમ, અપહત્યાસંયમ, પ્રમાર્જનાસંયમ, મનસંયમ, વચનસંયમ અને કાયસંયમ એકેન્દ્રિય પૃથ્વીકાય વગેરે જીવોની રક્ષા કરવી તેને કોઇ પણ પ્રકારની બાધા ન પહોચાડવી તે પૃથ્વીકાય આદિ જીવ વિષયક સંયમ છે. અજીવ પીગલિક વસ્તુઓ સંબંધી યતના કરવી તે અજીવ સંયમ છે. સ્થા, ઉપકરણ, વસ્ત્ર, પાત્ર આદિનું વિધિપૂર્વક પ્રતિલેખના કરવું તે પ્રેક્ષા સંયમ છે. શત્રુ-મિત્રમાં અને ઇષ્ટ-અનિષ્ટમાં રાગદ્વેષ ન કરવો પરંતુ તેમાં માધ્યસ્થ ભાવ રાખવો તે ઉપેક્ષા સંયમ છે. જીવોને દૂર કરીને નિર્જીવ ભૂમિ પર વિધિપૂર્વક મળમૂત્ર આદિને પરઠવું તે અપાદત સંયમ છે. વિધિપૂર્વક પ્રમાર્જન કરવું તે પ્રમાર્જનાસંયમ છે. મન-વાચન-કાયાનો પ્રશસ્ત વ્યાપાર કરવો તે તેનો સંયમ છે. આ પ્રત્યેક પ્રકારના સંયમને જીવનમાં આચરવાથી પરમશાંતિ અને શાશ્વત સુખ મળશે. સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાએ આ સંયમજીવનના પાલન-પોષણ અને સંવર્ધન માટે સતત જાગૃતિ રાખવાની છે. ઠાણાંગસૂત્રમાં સંયમના બે પ્રકાર દર્શાવ્યા છે. (૧) સરાગસંયમ, (૨) વીતરાગસંયમ, આ મુખ્ય પ્રકારના પેટાપ્રકારો પણ વર્ણવવામાં આવ્યા છે. ભેદપ્રભેદ સહિત સંયમનું વિશદ વર્ણન ઠાણાંગ સૂત્રમાં મળે છે. ઇન્દ્રિય અને મનને સમ્યક પ્રકારે નિયમનમાં રાખવા તે સંયમ છે. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, કષાયોનો નિગ્રહ - આ સર્વ પ્રવૃત્તિને સંયમ કહે છે. સંયમની સર્વાગી - વિગતપૂર્ણ-વૈજ્ઞાનિક ચર્ચા જૈનદર્શનમાં મળે છે. આવી વિસ્તૃત ચર્ચાથી પ્રત્યેક સાધકને સંયમનું યથાર્થ સ્વરૂપ સમજવામાં અનોખી સહાય મળે છે. સંયમ, માત્ર ભગવાન મહાવીર અને સંયમજીવન)

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70