Book Title: Bhagwan Mahavir Ane Sanyam Jivan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 9
________________ સંયમજીવનનો આદર્શ પ્રાપ્ત થાય છે. જીવનમાત્રને આદરથી સ્નેહ અને મૈત્રીથી જોનાર ભગવાન મહાવીરનું માતા-પિતાના સ્વર્ગવાસ પછી સંયમ દીક્ષા લેવા તત્પર થયેલા ભગવાન મહાવીરે મોટાભાઇ નંદીવર્ધનના દુઃખનો સ્નેહનો-વિનંતીનો સ્વીકાર કરી બે વર્ષ પછી દીક્ષા અંગીકાર કરવાનું સ્વીકાર્યું તેમાં તેઓની કુટુંબ પ્રત્યેની વત્સલતાના ધન્ય દર્શન થાય છે. એમનો આ રાગ તીવ્ર વૈરાગ્ય માટેની પૂર્વભૂમિકા હતી. રાગ કે દ્વેષથી પર રહી ઉત્તમ જીવન જીવવું એ એમનું ધ્યેય હતું. દીક્ષા અંગીકાર કર્યા પછી ભગવાન મહાવીરે પ્રથમ તાપસોના કુલપતિની પ્રાર્થનાથી કર્યું. એ સમયે તેઓએ ભગવાન મહાવીરના પાંચ અભિગ્રહ : ૧) ૨) 3) ૪) અપ્રીતિ થાય ત્યાં વસવું નહીં - ચાતુર્માસ કરવું નહીં, હમેશાં કાર્યોત્સર્ગ કરીને જ રહેવું, પ્રાયઃ મૌન ધારણ કરવું, કરપાત્રમાં જ ભોજન કરવું, અને ગૃહસ્થનો વિનય કરવો નહીં. ચાતુર્માસ મોરાક ગામમાં અભિગ્રહ ધારણ કર્યા. આ રીતે ભગવાન મહાવીરના સંયમજીવનને ખૂબ ગતિ મળી. દીક્ષા અંગીકાર કરનાર માટે વર્ષોવાસ દરમિયાન કે અન્ય સમયે કેવી કાળજી રાખવી તેનો ઉત્તમ આદેશ મળ્યો. તેઓના શ્રીમુખેથી ત્રિપદી સાંભળીને ગણધર ભગવંતોએ રચેલા દશવૈકાલિકસૂત્રમાં દર્શાવ્યું છે ઃ : ધમ્મો મંગલ મુઠિ અહિંસા સંજમો તવો । દેવા વિ તં નમંસંતિ જસ્સ ધર્મો સયા મણો II અહિંસા, સંયમ-તપમય જે ધર્મ છે તે ઉત્કૃષ્ટ મંગલ છે. આવા ધર્મનું પાલન કરનારને આ ધર્મને દેવો પણ નમસ્કાર કરે છે. જયાં હિંસા-અસંયમ અને અતપ છે ત્યાં ધર્મ અમંગલ છે. અહિંસા, સંયમ અને તપ એ ત્રણ જૈનદર્શનની આધારશિલા છે, પરંતુ અહીં તો માત્ર ‘સંયમ’ ની ચર્ચા અભિપ્રેત છે. દરેક વ્યક્તિના જીવનમાં - જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સંયમ અનિવાર્ય છે. સંયમનું મહત્ત્વ સંયમ-ત્યાગથી વિશ્વકલ્યાણનો ભગવાન મહાવીર અને સંયમજીવન

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70