Book Title: Bhagwan Mahavir Ane Sanyam Jivan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 6
________________ ભગવાન મહાવીર અને સંયમજીવન ભારત વર્ષની ભૂમિ પવિત્રભૂમિ છે. આ ભૂમિના કણ-કણમાં આધ્યાત્મિક અંશો મળી આવે છે. અનેક વિશ્વવંદ્ય વિભૂતિઓએ આ ધરતીને ધન્ય બનાવી છે અને માનવજાતના કલ્યાણ માટે અનોખી દિવ્યસંપત્તિ આપી છે. અનેક ધર્મોનું પિયર આ ભૂમિ છે. તેથી જ ભારતીય સંસ્કૃતિને તપોવનની સંસ્કૃતિ કહેવામાં આવી છે. તપોવનની જે શીતળતા - પવિત્રતા અને સાત્ત્વિકતા છે, પરમ શાંતિ અને સંવાદિતા છે તેવી જ ઉત્તમ સંપત્તિ આ ધરતીના માનવીના જીવનમાં પ્રાપ્ત થાય એવી શુભ ભાવના અનેક મનીષીઓએ વ્યક્ત કરી છે અને તે મુજબનું માનવજીવન બની રહે એ માટેની જીવન વ્યવસ્થા પણ આપી છે. ભારતીય સંસ્કૃતિએ દેહ કરતાં આત્માને, પ્રેય કરતાં શ્રેયને, ભોતિક સુખ કરતાં આધ્યાત્મિક સુખને પ્રાધાન્ય આપ્યું છે. આ ધરતી પરની જીવ સૃષ્ટિમાં માનવી સૌથી મહાન છે. માનવીથી ચડિયાતું આ ભૂમિ પર કોઇ છે જ નહી. આવા ઉત્તમ માનવજીવનને ધન્ય બનાવવાની અમૂલ્ય તક માનવીને મળી છે. વસુંધરા પરનું એનું આગમન ફોગટ ફેરો ન બની રહે, ફરી પાછું જન્મ-મરણના ચક્રમાં એને અટવાવું-રખડવું ન પડે તે માટેની ઉત્તમ જીવન પદ્ધતિ-સાધનાપદ્ધતિની ભેટ એને મળી છે. માનવી પોતે જ પોતાનો ભાગ્યનિર્માતા બની શકે છે. સંપર્ક-પુરુષાર્થ અને સતત જાગૃતિથી, ઊંચ જીવનમૂલ્યોના આચરણથી વ્યક્તિ પોતાની જાનને ધન્ય બનાવી શકે છે. સત્સંગ, સાચન, સદ્વિચાર, સર્તન અને દેવ-ગુરુ-ધર્મની કૃપાથી, આ ભવસાગર તરવાનું સરળ બની જાય છે. ભારતીય સંસ્કૃતિરૂપી ત્રણ આધ્યાત્મિક પ્રવાહો (૧) હિંદુ ધર્મ, (૨) જૈન ધર્મ, (૩) બૌદ્ધ ધર્મ ભારતવાસીના આધ્યાત્મિક ઉત્થાન માટેની અને કલ્યાણ તથા માંગલ્યમાટેની ઉત્તમ જીવનવ્યવસ્થા વર્ણવે છે. આ સંસ્કૃતિના ત્રિવેણી તીર્થે ભારતીય આત્માનો અજોડ વિકાસ થયો છે અને વિશ્વમાં એને ખૂબ ગૌરવવંતુ - માનનીય સ્થાન પ્રાપ્ત થયું છે. ભૌતિક સુખ સગવડો અને વૈજ્ઞાનિક શોધખોળમાં ખૂબ પ્રગતિ કરી રહેલ પશ્ચિમના દેશોને શાશ્વત શાંતિ અને જીવનની યથાર્થ પરિપૂર્ણતા માટે ભારતીય સંસ્કૃતિની અમરતામાંથી જ પ્રેરણાનાં પીયૂષ પીવાના છે. વિશ્વનાગરિક્ત્વ વિશ્વબંધુત્વ અને વિશ્વશાંતિનો - ભગવાન મહાવીર અને સંયમજીવન

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 70