________________
આપતી વખતે જ ચાર મહાવ્રતો સહિત જિંદગી સુધીનું જે સામાયિક વ્રત ઉચ્ચરાવવામાં આવે છે, તે યાવસ્કથિકચારિત્ર કહેવાય છે. (2) છેદોપસ્થાપનીયચારિત્ર :
જેમાં પૂર્વના દીક્ષા પર્યાયનો છેદ કરીને, ફરીવાર દીક્ષા આપતી વખતે મહાવ્રતોનું સ્થાપન કરવામાં આવે છે, તે છેદોપસ્થાપનીયચારિત્ર કહેવાય છે. તે ૨ પ્રકારે છે. (૧) સાતિચારછેદોપસ્થાપનીય (૨) નિરતિચારછેદોપસ્થાપનીય
(૧) મૂળગુણનો (મહાવ્રતનો) ઘાત કરનારા સાધુને ફરીવાર મહાવ્રતો ઉચ્ચરાવવામાં આવે છે, તે સાતિચારછેદોપસ્થાપનીયચારિત્ર કહેવાય.
(૨) ભરત અને ઐરાવતમાં પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનમાં રહેલા દીક્ષાર્થીઓને દીક્ષા આપતી વખતે પાંચમહાવ્રત વિના જિંદગી સુધીનું સામાયિકવ્રત ઉચ્ચરાવવામાં આવે છે. પણ જ્યારે યોગોહન પૂર્ણ થઈ જાય છે. ત્યારે પૂર્વના દીક્ષા પર્યાયનો છેદ કરીને, ફરીવાર વડીદીક્ષા આપતી વખતે પાંચમહાવ્રતોનું સ્થાપન કરવામાં આવે છે, તે નિરતિચારછેદોપસ્થાપનીયચારિત્ર કહેવાય.
ભરત અને ઐરાવતમાં પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનમાં રહેલા સાધુભગવંતોને એક તીર્થંકરના શાસનમાંથી બીજા તીર્થંકરના શાસનમાં પ્રવેશ કરતી વખતે ચાર મહાવ્રતોને છોડીને, પાંચ મહાવ્રતોનો સ્વીકાર કરવો, તે નિરતિચારછેદોપસ્થાપનીય ચારિત્ર કહેવાય છે.
દા.ત. પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં રહેલા કેશિ, ગાંગેય વગેરે સાધુભગવંતે જ્યારે મહાવીરસ્વામીના શાસનમાં પ્રવેશ કર્યો હતો ત્યારે ચાર મહાવ્રતોને છોડીને પાંચ મહાવ્રતોનો સ્વીકાર કરેલો, તે નિરતિચારછેદોપસ્થાપનીયચારિત્ર કહેવાય. (3) પરિહારવિશુદ્ધિચારિત્ર :જે ચારિત્ર પરિહારતપથી વિશુદ્ધ થઈ રહ્યું છે, તે
૧૯