________________
* લબ્ધિ- અપર્યાપ્તાને નપુંસકવેદનો જ ઉદય હોય છે, સ્ત્રીવેદ કે પુરુષવેદનો ઉદય ન હોય.
* સર્વે લબ્ધિ-અપર્યાપ્તાને હુડકસંસ્થાન અને લબ્ધિ-અપર્યાપ્તા ત્રસને છેવટ્ટે સંઘયણ જ હોય છે. તેથી પહેલા પાંચ સંસ્થાન અને પહેલા પાંચ સંઘયણનો ઉદય ન હોય.
* આતપ, ઉદ્યોત, પરાઘાત, વિહા૦૨, ઉચ્છવાસ, સુસ્વર અને દુઃસ્વરનો ઉદય લબ્ધિ-અપર્યાપ્તાને ન હોય. લબ્ધિ-પર્યાપ્તાને શરીરાદિ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી જ આતપાદિનો ઉદય હોય છે.
* એકેન્દ્રિયજાતિ, સ્થાવર, સૂક્ષ્મ અને સાધારણનો ઉદય એકેન્દ્રિયને જ હોય છે અને વિકલેન્દ્રિયત્રિકનો ઉદય વિકસેન્દ્રિયને જ હોય છે, પંચેન્દ્રિયને ન હોય.
* લબ્ધિ-અપર્યાપ્તાને ભવસ્વભાવે નીચગોત્રનો ઉદય હોવાથી ઉચ્ચગોત્રનો ઉદય ન હોય.
અપર્યાપ્તતિર્યંચપંચેન્દ્રિય માર્ગણામાં નામકર્મની પ્રકૃતિ :तिरिउरलदुगपणिंदिय-धुवहुंडछिवट्ठबायरुवघाया । तसपत्तेअअपज्जा, दुहगाणादेयअजसाणि ॥१४॥
ગાથાર્થ - અપર્યાપ્તતિર્યંચપંચેન્દ્રિયને તિર્યંચદ્ધિક, ઔદારિકદ્ધિક, પંચેન્દ્રિયજાતિ, ધ્રુવોદયી-૧૨ [તૈ૦૧૦, કાશ), વર્ણાદિ-૪, અગુરુલઘુ, નિર્માણ, સ્થિર-અસ્થિર, શુભ-અશુભ], હુડક, છેવટું, બાદર, ઉપઘાત, ત્રસ, પ્રત્યેક, અપર્યાપ્ત, દુર્ભગ, અનાદેય અને અપયશ એમ કુલ ૨૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મનુષ્યગતિમાર્ગણામાં ઉદયસ્વામિત્વઃ
મનુષ્યગતિમાર્ગણામાં ઉદયસ્વામિત્વ - विउवऽट्ठगतिरितिग चउ-जाइ पणग थावरायवदुगूणा। मणुए दुसयं मिच्छे, पंच विणा सत्तणवईओ॥१५॥
૧૦૬