________________
સિદ્ધાંતકાર મહાપુરુષોનું એવું માનવું છે કે, જેમ અવધિજ્ઞાનીને મન અને ઇન્દ્રિયની અપેક્ષા વિના સાક્ષાત્ આત્માદ્વારા માત્ર રૂપી દ્રવ્યના સામાન્યધર્મનો બોધ થાય છે. તેમ વિભંગજ્ઞાનીને પણ મન અને ઇન્દ્રિયની અપેક્ષા વિના સાક્ષાત્ આત્મા દ્વારા માત્ર રૂપી દ્રવ્યના સામાન્યધર્મનો બોધ થાય છે. તેથી તે બન્ને વ્યક્તિનું દર્શન એકસરખું છે. તેથી જેમ અવધિજ્ઞાનીને અવધિદર્શન હોય છે. તેમ વિભંગજ્ઞાનીને પણ અવધિદર્શન હોય છે. પ્રશ્ન :- (૩૦) સિદ્ધાંતનાં મતે અવધિદર્શનમાર્ગણામાં બંધસ્વામિત્વ જણાવો. જવાબ - સિદ્ધાંતનાં મતે અવધિદર્શન માર્ગણામાં ૧થી૧૨ ગુણઠાણા હોય છે. તેથી ૧થી૧૨ ગુણઠાણા સુધી કર્મસ્તવમાં કહ્યાં મુજબ બંધસ્વામિત્વ જાણવું. પ્રશ્ન :- (૩૧) મન:પર્યવજ્ઞાની તે જ ભવમાં મોક્ષમાં જાય છે. તેથી મન:પર્યવજ્ઞાનમાર્ગણામાં દેવાયુષ્યનો બંધ કેવી રીતે ઘટી શકે ? જવાબ :- મન:પર્યવજ્ઞાન ૨ પ્રકારે છે. (૧) ઋજુમતિમન:પર્યવજ્ઞાન અને (૨) વિપુલમતિમને પર્યવજ્ઞાન. તેમાં વિપુલમતિમન:પર્યવજ્ઞાન અપ્રતિપાતિ છે. તેથી વિપુલમતિમન:પર્યવજ્ઞાનીને તે જ ભવમાં મોક્ષમાં જવાનું હોવાથી દેવાયુષ્યને બાંધી શકતા નથી. પરંતુ જામતિમનઃ પર્યવજ્ઞાન પ્રતિપ્રાતિ છે. એટલે જામતિમનઃપર્યવજ્ઞાની તે જ ભવમાં મોક્ષમાં જાય, એવો નિયમ નથી. તેથી તે દેવાયુષ્યને બાંધી શકે છે. એટલે મન:પર્યવજ્ઞાનમાર્ગણામાં દેવાયુષ્યનો બંધ ઘટી શકે છે. પ્રશ્ન :- (૩૨) કયા જીવોને કઈ કઈ લેશ્યા હોય છે ? જવાબ - બાદર પૃથ્વીકાય, બાદર જલકાય અને પ્રત્યેક વનસ્પતિકાયને કૃષ્ણાદિ-૪ વેશ્યા હોય છે. તે સિવાયના સર્વે એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસંજ્ઞીપંચેન્દ્રિય, લબ્ધિ-અપર્યાપ્તા તિર્યંચ-મનુષ્ય અને નારકને કૃષ્ણાદિ૩ લેશ્યા હોય છે. તથા સંજ્ઞી તિર્યંચ-મનુષ્યને ૬ લેશ્યા હોય છે.
૨૭૦