________________
જવાબ :- મનુષ્યગતિમાર્ગણામાં આહારકદ્ધિક અને અપયશ એ ત્રણ પ્રકૃતિનો પહેલા ઉદયવિચ્છેદ થાય છે અને પછી બંધવચ્ચે થાય છે. પ્રશ્ન :- (૪૮) કયા દેવોને સમ્યક્ત્વગુણઠાણે દેવાનુપૂર્વીનો ઉદય હોય? અને કયા દેવોને ન હોય ?
જવાબ :- કર્મગ્રન્થનાં મતે વૈમાનિકદેવોને જ સમ્યક્ત્વગુણઠાણે દેવાનુપૂર્વીનો ઉદય હોય છે. ભવનપત્યાદિક ત્રણ પ્રકારના દેવોને સમ્યક્ત્વ ગુણઠાણે દેવાનુપૂર્વીનો ઉદય હોતો નથી અને સિદ્ધાંતનાં મતે ભવનપતિ વગેરે ચારે પ્રકારના દેવોને સમ્યક્ત્વગુણઠાણે દેવાનુપૂર્વીનો ઉદય હોય છે. પ્રશ્ન :- (૪૯) પર્યાપ્ત એકેન્દ્રિયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ જણાવો. જવાબ :- પર્યાપ્ત એકેન્દ્રિયમાર્ગણામાં ઓઘે જ્ઞાના૦૫ + દર્શ૯ + વે૦૨ + મોહ૦૨૪ [પુવેદ, સ્ત્રીવેદ, સમો, મિશ્રમો વિના]+ તિર્યંચાયુ + નામ-૩૨ [ધ્રુવોદયી-૧૨, તિર્યંચદ્ધિક, એકે૰જાતિ, ઔદારિકશરીર, હુંડક, પરાઘાત, ઉપઘાત, ઉચ્છ્વાસ, આતપ, ઉદ્યોત, બાદરત્રિક, યશ, સ્થાવરદ્ધિક, સાધારણ, દુર્ભાગ, અનાદેય, અયશ] + નીચગોત્ર+અંત૦૫= ૭૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
* મિથ્યાત્વગુણઠાણે ઓઘની જેમ ૭૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * સાસ્વાદનગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૪ + વે૦૨ + મોહ૦૨૩ [૨૪માંથી મિથ્યાત્વ વિના] + તિર્યંચાયુ + નામ-૨૬ [૩૨માંથી આતપ, ઉદ્યોત, પરાઘાત, ઉચ્છ્વાસ, સૂક્ષ્મ, સાધારણ વિના] + નીચગોત્ર અંત૦૫ = ૬૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
+
પ્રશ્ન :- (૫૦) પર્યાપ્ત વિકલેન્દ્રિયને વિગ્રહગતિમાં નામકર્મની કેટલી પ્રકૃતિ ઉદયમાં હોય છે ? ઉત્પત્તિસ્થાને આવ્યા પછી કેટલી પ્રકૃતિ ઉદયમાં હોય છે ? અને શરીરાદિ-પર્યાપ્તિ પૂર્ણ થયા પછી કેટલી પ્રકૃતિ ઉદયમાં હોય છે ?
જવાબ :- પર્યાપ્તવિકલેન્દ્રિયને વિગ્રહગતિમાં નામકર્મની તિર્યંચગતિ, પોતપોતાની જાતિ, તૈજસશરીર, કાર્યણશરીર, વર્ણાદિ-૪, તિર્યંચાનુપૂર્વી,
૨૭૬