________________
અગુરૂલઘુ, નિર્માણ, ત્રસ, બાદર, પર્યાપ્તા, સ્થિર, શુભ, યશ, અસ્થિરત્રિક અને અનાદેયદ્ઘિક... ફુલ-૨૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
ઉત્પત્તિસ્થાને આવ્યા પછી ઔદારિકશરીર, ઔદારિકઅંગોપાંગ, હૂંડક, છેવટ્ટુ, ઉપઘાત અને પ્રત્યેકનામકર્મનો ઉદય થાય છે. અને તિર્યંચાનુપૂર્વીનો ઉદય હોતો નથી. એટલે ૨૨માંથી તિર્યંચાનુપૂર્વી બાદ કરીને, ઔદારિકશરીરાદિ-૬ ઉમેરતાં કુલ ૨૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછી પરાઘાત અને અશુભવિહાયોગતિ નામકર્મનો ઉદય થાય છે. અને ઉદ્યોતનો ઉદય પણ થઇ શકે છે. એટલે ૨૭ + ૩ = ૩૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
શ્વાસોચ્છ્વાસપર્યાપ્તિ પૂર્ણ થયા પછી ઉચ્છ્વાસનામકર્મનો ઉદય થાય છે. એટલે ૩૦ + ઉચ્છ્વાસ ૩૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ભાષાપર્યાપ્તિ પૂર્ણ થયા પછી દુઃસ્વરનો ઉદય થાય છે અને કેટલાક આચાર્ય મ.સા.નાં મતે સુસ્વરનો ઉદય પણ થાય છે. એટલે ૩૧ + ૨ = ૩૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
=
પ્રશ્ન :- (૫૧) સૂક્ષ્મનિગોદમાર્ગણામાં ઉદયસ્વામિત્વ જણાવો. જવાબ :- સૂક્ષ્મનિગોદ માર્ગણામાં ઓઘે અને મિથ્યાત્વગુણઠાણે સ્ત્રીવેદ, પુરુષવેદ, સમો, મિશ્રમો, નરકત્રિક, મનુષ્યત્રિક, દેવત્રિક, બેઇન્દ્રિયાદિ-૪ જાતિ, વૈક્રિયદ્ધિક, આહાદ્વિક, ઔવઅં૦, ૬સંઘયણ, પહેલા પાંચસંસ્થાન, વિહા૦૨, જિનનામ, આતપ, ઉદ્યોત, ત્રસ, બાદર, પ્રત્યેક, સુભગચતુષ્ક, દુઃસ્વર અને ઉચ્ચગોત્ર એમ કુલ ૪૭ વિના જ્ઞા૦૫ + દ૦૯ + વે૦૨ + મોહ૦૨૪ + તિર્યંચાયુ + નામ-૨૮ [તિર્યંચદ્ધિક, એકેજાતિ, ઔદારિકશરીર, ધ્રુવોદયી-૧૨, સ્થાવરચતુષ્ક, પર્યાપ્તા, દુર્ભાગ, અનાદેયદ્ઘિક, હુંડક, પરાઘાત, ઉપઘાત, ઉચ્છ્વાસ] + નીચગોત્ર + અંત૦૫ ૭૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
-
પ્રશ્ન :- (૫૨) તત્ત્વાર્થમાં કહ્યું છે કે, એક જીવને એકી સાથે વધુમાં વધુ ચાર શરીર હોય છે. તે વખતે ઔદારિકશરીરની સાથે ઉત્તરવૈક્રિયશરીર
૨૭૭