________________
એ જ રીતે, સંમાનોદયે શ્રેણી માંડનારા જીવને નવમાગુણઠાણાના ત્રીજાભાગે સંમાનના બંધવિચ્છેદની સાથે જ સંમાનનો ઉદયવિચ્છેદ થાય છે. તે જ સમયે સંમાનમાર્ગણા પૂર્ણ થાય છે. તેથી સંમાનમાર્ગણા નવમાગુણઠાણાના ત્રીજાભાગ સુધી જ હોય છે. એટલે સંમાનમાર્ગણામાં ૯મા ગુણઠાણાના ત્રીજાભાગ સુધી જ બંધસ્વામિત્વ કહ્યું છે. એ જ રીતે, સંમાયાના ઉદયે શ્રેણી માંડનારા જીવને નવમાગુણઠાણાના ચોથા ભાગે સંમાયાના બંધવિચ્છેદની સાથે જ સંમાયાનો ઉદયવિચ્છેદ થાય છે. તે જ સમયે સંમાયામાર્ગણા પૂર્ણ થાય છે. તેથી સંમાયામાર્ગણા નવમા ગુણઠાણાના ચોથાભાગ સુધી જ હોય છે. માટે સંમાયામાર્ગણામાં ૯મા ગુણઠાણાના ચોથાભાગ સુધી જ બંધસ્વામિત્વ કહ્યું છે. ત્યાર પછી માત્ર સંશ્ર્લોભનો જ ઉદય હોય છે. સંક્રોધાદિ-૩ માર્ગણા હોતી નથી. એટલે સંજ્વલનત્રિક માર્ગણામાં બંધસ્વામિત્વ નવમાગુણઠાણાના અંત સુધી ન કહેતાં, બીજા - ત્રીજા-ચોથા ભાગ સુધી જ કહ્યું છે.
પ્રશ્ન :- (૨૬) સર્વે સંસારીજીવોમાંથી કેટલાક અજ્ઞાની હોય છે. કેટલાક જ્ઞાની હોય છે અને કેટલાક મિશ્રશાની પણ હોય છે. એ સર્વે જીવોનો સમાવેશ એક જ જ્ઞાનમાર્ગણામાં કરવાનો હોવાથી, જ્ઞાનમાર્ગણાના (૧) અજ્ઞાનમાર્ગણા (૨) મિશ્રજ્ઞાનમાર્ગણા અને (૩) જ્ઞાનમાર્ગણા એમ કુલ-૩ પેટાભેદ કેમ નથી કહ્યાં ?
જવાબ :- મિશ્રર્દષ્ટિગુણઠાણે રહેલા જીવોમાં સમ્યક્ત્વના અભાવે શુદ્ધ જ્ઞાન હોતું નથી અને મિથ્યાત્વના અભાવે સંપૂર્ણ અજ્ઞાનતા પણ હોતી નથી. તેથી કેટલાક અંશે જ્ઞાન અને કેટલાક અંશે અજ્ઞાન એ બન્નેનું મિશ્રણ હોય છે. એ મિશ્રજ્ઞાનવાળા જીવો જો સમ્યક્ત્વની સન્મુખ હોય, તો તેઓ અજ્ઞાનતાને છોડીને સમ્યજ્ઞાન [શુદ્ધજ્ઞાન] ને પ્રાપ્ત કરવાના હોવાથી, તેમના મિશ્રજ્ઞાનની ગણતરી જ્ઞાનમાં થાય છે. અને જો મિથ્યાત્વની સન્મુખ હોય, તો તેઓ અજ્ઞાનતાને પ્રાપ્ત કરવાના હોવાથી, તેમના મિશ્રજ્ઞાનની ગણતરી અજ્ઞાનમાં થાય છે, એ રીતે, મિશ્રજ્ઞાનનો
૨૬૮