________________
સમાવેશ જ્ઞાનમાર્ગણા કે અજ્ઞાનમાર્ગણામાં થઈ જતો હોવાથી, મિશ્રજ્ઞાનમાર્ગણા જાદી કહી નથી.
પ્રશ્ન :- (૨૭) વિભંગજ્ઞાન અને અવધિજ્ઞાનમાં શું તફાવત છે ? જવાબ :- અજ્ઞાની જીવને મન અને ઇન્દ્રિયની અપેક્ષા વિના સાક્ષાત્ આત્મા દ્વારા માત્ર રૂપી દ્રવ્યોનો જે બોધ થાય છે તે વિભંગજ્ઞાન કહેવાય છે અને જ્ઞાની જીવને મન અને ઇન્દ્રિયની અપેક્ષા વિના સાક્ષાત્ આત્મા દ્વારા માત્ર રૂપી દ્રવ્યોનો જે બોધ થાય છે તે અવધિજ્ઞાન કહેવાય છે. પ્રશ્ન :- (૨૮) વિભંગજ્ઞાનીને વિભંગદર્શન હોય કે નહીં ? જવાબ :- જ્ઞાન, વિશેષધર્મગ્રાહી છે. તેથી તે હિતકારી કાર્યમાં પ્રવૃત્તિ અને અહિતકારી કાર્યમાં નિવૃત્તિ કરાવી શકે છે. તેથી આધ્યાત્મિક દૃષ્ટિએ જે જ્ઞાન હિતકારી કાર્યમાં પ્રવૃત્તિ કરાવે છે, તે શુદ્ધજ્ઞાન કહેવાય છે અને જે જ્ઞાન અહિતકારી કાર્યોમાં પ્રવૃત્તિ કરાવે છે, તે મિથ્યાજ્ઞાન કહેવાય છે. તેથી જ્ઞાનના મિથ્યાજ્ઞાન [અજ્ઞાન] અને શુદ્ધજ્ઞાન [સમ્યજ્ઞાન] એવા બે ભેદ પડે છે. પણ દર્શન, સામાન્યધર્મગ્રાહી છે. તેથી તે હિતકારી કાર્યમાં પ્રવૃત્તિ અને અહિતકારી કાર્યમાં નિવૃત્તિ કરાવી શકતું નથી. તેથી જ્ઞાનની જેમ દર્શનમાં મિથ્યાદર્શન અને શુદ્ધદર્શન એવા બે ભેદ પડતા નથી. એટલે વિભંગજ્ઞાનીને વિભંગદર્શન= મિથ્યાદર્શન હોતું નથી.
પ્રશ્ન :- (૨૯) વિભંગજ્ઞાનીને અવધિદર્શન હોય કે નહીં ? જવાબ :- કર્મગ્રન્થકાર મહાપુરુષોનું એવું માનવું છે કે, જ્ઞાની જીવને મન અને ઇન્દ્રિયની અપેક્ષા વિના સાક્ષાત્ આત્માદ્વારા માત્ર રૂપી દ્રવ્યના સામાન્યધર્મનો જે બોધ થાય છે, તે સમ્યગ્બોધ છે. તેથી તે અધિદર્શન કહેવાય છે. પરંતુ અજ્ઞાની જીવને મન અને ઇન્દ્રિયની અપેક્ષા વિના સાક્ષાત્ આત્મા દ્વારા માત્ર રૂપી દ્રવ્યના સામાન્યધર્મનો જે બોધ થાય છે, તે સમ્યગ્બોધ હોતો નથી. તેથી તે અવધિદર્શન કહેવાતું નથી. એટલે વિભંગજ્ઞાનીને અવધિદર્શન ન હોય.
૨૬૯