________________
છે. પણ એ બંધ કેવી રીતે ઘટે ? તેનો ખુલાસો ગાથામાં કર્યો નથી અને હાલમાં ત્રીજાકર્મગ્રન્થની સ્વોપજ્ઞટીકા મળતી નથી. તેથી ગ્રન્થકાર ભગવંતે કઈ અપેક્ષાએ એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયને સાસ્વાદનગુણઠાણે મનુષ્યા, અને તિર્યંચાયુનો બંધ કહ્યો છે તે જાણી શકાતું નથી. પરંતુ ત્રીજા કર્મગ્રન્થની અવચૂર્ણિમાં કહ્યું છે કે, એકેન્દ્રિયાદિ સાત માણામાં સાસ્વાદનભાવ શરીરપર્યાપ્તિ પછીના કાલે પણ હોય છે. અથવા પરભવાયુના બંધકાલ સુધી સાસ્વાદનગુણઠાણુ હોય છે. એટલે એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય જીવો સાસ્વાદનગુણઠાણે મનુષ્યા, અને તિર્યંચાયુને બાંધી શકે છે. પ્રશ્ન :- (૧૪) તેઉકાય અને વાઉકાય કઈ ગતિ પ્રાયોગ્ય કર્મ પ્રકૃતિને બાંધી શકે છે? અને કઈ ગતિ પ્રાયોગ્ય કર્મ પ્રકૃતિને બાંધી શકતા નથી? જવાબ :- તેઉકાય અને વાઉકાય મરીને લબ્ધિ-પર્યાપ્તા કે લબ્ધિઅપર્યાપ્તા એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, અસંજ્ઞી તિર્યચપંચ૦ અને સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ શકે છે પણ મનુષ્ય અને દેવ-નરકમાં ઉત્પન્ન થઈ શકતા નથી. તેથી તે જીવો લબ્ધિ-પર્યાપ્તા કે લબ્ધિ-અપર્યાપ્તા એકેન્દ્રિય વિકલેન્દ્રિય, અસંજ્ઞીતિર્યંચપંચેન્દ્રિય અને સંજ્ઞીતિર્યંચ પ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધી શકે છે. પણ મનુષ્યગતિ અને દેવગતિ કે નરકગતિ પ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધી શકતા નથી. પ્રશ્ન :- (૧૫) મિશ્રયોગની બાબતમાં મતાંતર જણાવો.... જવાબ :-(૧) પૂજયશ્રી શીલાંકાચાર્ય મહારાજે આચારાંગસૂત્રની ટીકામાં કહ્યું છે કે, તિર્યંચ-મનુષ્યને શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઔદારિકમિશ્રયોગ હોય છે અને શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછી ઔદારિકકાયયોગ હોય છે.
એ જ રીતે, ભદ્રબાહુસ્વામીજીએ કહ્યું છે કે, જીવ ઉત્પત્તિસ્થાનમાં (४) औदारिकयोगस्तिर्यग्मनुजयोः शरीरपर्याप्तेरुवं, तदारतस्तु मिश्रः ।
[આચારાંગ, અધ્યાય.૨, ઉદેશ ૧ ટીકા.] (५) जोएण कम्मएणं, आहारेइ अणंतरो जीवो ।
तेण परंमीसेणं, जाव सरीर निप्फत्ती ॥
૨૬ ૨