________________
ગ્રન્થકારશ્રીના કથનની સાથે ટીકાકારના કથનનો સમન્વય કેવી રીતે થશે ? જવાબ :- અહીં પણ ઉપર કહ્યાં મુજબ “શરીર નિષ્પત્તિ”નો અર્થ સંપૂર્ણતયા શરીરની રચનાની સમાપ્તિ એવો કરવામાં આવે, તો ગ્રન્થકારશ્રીના કથનની સાથે ટીકાકાર ભગવંતના કથનનો સમન્વય થઈ જશે.
પ્રશ્ન :- (૧૮) સિદ્ધાંતકારનાં મતે ઔદારિકમિશ્નકાયયોગ માર્ગણામાં બંધસ્વામિત્વ જણાવો. જવાબ - સિદ્ધાંતકાર ભગવંતનું એવું માનવું છે કે, આહારકલબ્ધિધારી ચૌદપૂર્વધર પ્રમત્તસંયમી મહાત્મા આહારકશરીર બનાવે છે ત્યારે ઔદારિક કાયયોગથી આહારકશરીરને યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરતા હોવાથી, તે વખતે ઔદારિકશરીરની પ્રધાનતા હોય છે. તેથી આહારકશરીરના પ્રારંભકાળે ઔદારિકમિશ્નકાયયોગ હોય છે. એ જ રીતે, તિર્યંચ-મનુષ્યને ઉત્તરવૈક્રિયશરીરના પ્રારંભકાળે ઔદારિકમિશ્રયોગ હોય છે. તેથી સિદ્ધાંતકારના મતે ઔદારિકમિશ્રયોગમાર્ગણામાં ૧લું, રજૂ, ૪થું, પમું, ૬ઠું અને ૧૩મું એમ કુલ-૬ ગુણસ્થાનક હોય છે. ત્યાં ઓધે-૧૧૪, મિથ્યાત્વે-૧૦૯, સાસ્વાદને-૯૪, સમ્યત્વે-૭૦, દેશવિરતિગુણઠાણે-૬૭, પ્રમત્તે-૬૩ અને સયોગી ગુણઠાણે-૧ [શતાવેદનીય] બંધાય છે. પ્રશ્ન :- (૧૯) વૈક્રિયદ્ધિકયોગ કયા તિર્યચ-મનુષ્યને હોય? અને કયા તિર્યંચ-મનુષ્યને ન હોય ? જવાબ :- જ્યારે વૈક્રિયલબ્ધિવાળા બાદરવાઉકાય અને સંજ્ઞી તિર્યંચમનુષ્યો ઉત્તરવૈક્રિયશરીર બનાવે છે ત્યારે વૈક્રિયદ્ધિકયોગ હોય છે અને વૈક્રિયલબ્ધિવાળા બાદરવાઉકાય સિવાયના એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસંજ્ઞીતિર્યંચપંચેન્દ્રિય, લબ્ધિ-અપર્યાપ્તા તિર્યંચ-મનુષ્યો અને યુગલિક તિર્યંચ-મનુષ્ય ઉત્તરવૈક્રિયશરીર બનાવી શકતા નથી. તેથી તેઓને વૈક્રિયદ્ધિકયોગ હોતો નથી.
૨૬૪