________________
ગાથાર્થ :- મન:પર્યવજ્ઞાન માર્ગણામાં પ્રમત્તાદિ સાતગુણઠાણે ઓઘની જેમ સત્તાસ્વામિત્વ કહેવું. પરંતુ વિશેષ એ છે કે, ૧૪૮ પ્રકૃતિમાંથી તિર્યંચાયુ અને નરકાયુષ્ય વિના ૧૪૬ પ્રકૃતિ સત્તામાં હોય છે.
વિવેચન :- મન:પર્યવજ્ઞાનમાર્ગણામાં ઓઘે અને પ્રમત્ત-અપ્રમત્તે નરકાયુષ્ય અને તિર્યંચાયુષ્ય વિના ૧૪૬ પ્રકૃતિસત્તામાં હોય છે અને ૮ થી૧૨ ગુણઠાણા સુધી મનુષ્યગતિમાર્ગણાની જેમ સત્તાસ્વામિત્વ જાણવું... સામાયિકાદિ-૩ ચારિત્ર અને અભવ્યમાં સત્તાસ્વામિત્વઃસામાયિકાદિ-૩ ચારિત્ર અને અભવ્યમાર્ગણામાં સત્તાસ્વામિત્વ :ओह चउ पमत्ताई, समइअछेएसु तुरिअणाणव्व दो परिहारे अभवे, तित्थाहारचउसम्ममीसूणा ॥ २५ ॥
ગાથાર્થ :- સામાયિક અને છંદોપસ્થાપનીય માર્ગણામાં પ્રમત્તાદિ-૪ ગુણઠાણે ઓઘની જેમ સત્તાસ્વામિત્વ જાણવું. પરિહારવિશુદ્ધિચારિત્રમાં છઠ્ઠું અને સાતમું એમ બે ગુણઠાણા હોય છે. ત્યાં મન:પર્યવજ્ઞાનની જેમ સત્તાસ્વામિત્વ જાણવું અને અભવ્યમાર્ગણામાં તીર્થંકરનામકર્મ, આહારકચતુષ્ક, સમ્યક્ત્વમોહનીય, મિશ્રમોહનીય વિના ૧૪૧ પ્રકૃતિ સત્તામાં હોય છે.
વિવેચન :- સામાયિક અને છેદોપસ્થાપનીયચારિત્ર માર્ગણામાં ૬થી ૯ સુધીના ૪ ગુણઠાણે મનુષ્યગતિમાર્ગણાની જેમ સત્તાસ્વામિત્વ જાણવું.. પરિહારવિશુદ્ધિચારિત્રમાં છઠે અને સાતમે ગુણઠાણે મન:પર્યવજ્ઞાનની જેમ નરકાયુષ્ય અને તિર્યંચાયુષ્ય વિના ૧૪૬ પ્રકૃતિ સત્તામાં હોય છે.
અભવ્યમાર્ગણામાં પહેલુ એક જ ગુણઠાણુ હોય છે. ત્યાં જિનનામ, આહ૦૪, સમો૦ અને મિશ્રમો૦ વિના ૧૪૧ પ્રકૃતિ
૨૪૮