________________
અને તિર્યંચગતિમાં જ જઈ શકે છે તેથી તે જીવો મનુષ્યગતિ અને તિર્યંચગતિ પ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધી શકે છે.
એ જ રીતે, સાતમી નરકમાં રહેલો નારક માત્ર તિર્યંચગતિમાં જઈ શકે છે તેથી તે તિર્યંચગતિ પ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધી શકે પણ મનુષ્યગતિ પ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધી શકે નહીં એ વાત સાચી છે. પરંતુ નારકો ભવસ્વભાવે જ દેવગતિ કે નરકગતિ પ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધતા નથી અને ત્રીજે-ચોથે ગુણઠાણે વિશુદ્ધિના કારણે તિર્યંચ પ્રાયોગ્ય કર્મપ્રકૃતિ બંધાતી નથી. એટલે સાતમીનરકમાં રહેલો નારક ત્રીજા-ચોથા ગુણઠાણે મનુષ્યપ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધે છે. તેથી ત્યાં મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્ર બંધાય છે. પ્રશ્ન :- (૬) પર્યાપ્ત સંશી તિર્યંચ-મનુષ્ય કઈ ગતિ પ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધી શકે ? અને કઈ ગતિ પ્રાયોગ્ય કર્મ પ્રકૃતિને બાંધી શકતા નથી? જવાબ - પર્યાપ્ત સંશી તિર્યંચ-મનુષ્ય - ૨ પ્રકારે છે. (૧) યુગલિક તિર્યચ-મનુષ્ય (૨) અયુગલિક તિર્યચ-મનુષ્ય.
(૧) યુગલિક તિર્યંચ-મનુષ્ય મરીને અવશ્ય દેવલોકમાં જ ઉત્પન્ન થાય છે. તેથી તે જીવો દેવગતિ પ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધી શકે છે. બાકીની-૩ ગતિ પ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધી શકતા નથી.
(૨) અયુગલિક સંજ્ઞી તિર્યંચ-મનુષ્ય મરીને દેવ-નરક, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસંજ્ઞી તિર્યંચપંચેન્દ્રિય અને સંજ્ઞી તિર્યંચ-મનુષ્યમાં ઉત્પન્ન થઈ શકે છે. તેથી તે જીવો દેવગતિ, નરકગતિ, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસંજ્ઞીતિર્યંચપંચેન્દ્રિય અને સંજ્ઞી તિર્યંચ-મનુષ્ય પ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધી શકે છે. પ્રશ્ન :- (૭) યુગલિક તિર્યંચ મનુષ્યનું બંધસ્વામિત્વ જણાવો.... જવાબ - યુગલિક તિર્યંચ-મનુષ્યને નપુંસકવેદ, નરકત્રિક, તિર્યંચત્રિક, (૨) [જાઓ સપ્તતિકાગ્રન્થની ગાથાન. ૧૫૦, ૧૫૧, ૧૫૨].
૨૫૮