________________
માંડનારા જીવની જેમ સાતમા ભાગે ૧૦૫ પ્રકૃતિસત્તામાં હોય છે તેમાંથી સંક્રોધનો ક્ષય થવાથી આઠમા ભાગે ૧૦૪ પ્રકૃતિ સત્તામાં રહે છે. ત્યાં જે સમયે સંવમાનનો ઉદય વિચ્છેદ થાય છે. તે જ સમયે સંવમાનમાર્ગણા પૂર્ણ થાય છે. એટલે માનમાર્ગણામાં છેલ્લે ૧૦૪ પ્રકૃતિ સત્તામાં હોય છે. માયામાર્ગણામાં સત્તાસ્વામિત્વ :
સં૦માયાના ઉદયે શ્રેણી માંડનારા જીવને આઠમા ભાગે ૧૦૪ પ્રકૃતિ સત્તામાં હોય છે. તેમાંથી સંવમાનનો ક્ષય થવાથી નવમા ભાગે ૧૦૩ પ્રકૃતિ સત્તામાં રહે છે. ત્યાં જે સમયે સં૦માયાનો ઉદય વિચ્છેદ થાય છે. તે જ સમયે માયામાર્ગણા પૂર્ણ થાય છે. તેથી માયામાર્ગણામાં છેલ્લે ૧૦૩ પ્રકૃતિ સત્તામાં હોય છે. અકષાયમાર્ગણામાં સત્તાસ્વામિત્વ
અકષાયમાર્ગણામાં ૧૧થી ૧૪ ગુણઠાણા હોય છે. ત્યાં મનુષ્યગતિમાર્ગણાની જેમ સત્તાસ્વામિત્વ જાણવું..... જ્ઞાનમાર્ગણામાં સત્તાસ્વામિત્વજ્ઞાનમાર્ગણા અને ક્ષયોપશમસમ્યકત્વમાં સત્તાસ્વામિત્વ :णाणतिगे ओहिम्मि य, नव अजयाई उ वेअगे चउरो । केवलदुगे दुवेंऽताऽज्जा दो तिण्णि व अणाणतिगे ॥१४॥
ગાથાર્થ મત્યાદિ-ત્રણજ્ઞાન અને અવધિદર્શન માર્ગણામાં ૪ થી ૧૨ ગુણઠાણા સુધીના કુલ નવગુણઠાણે, ક્ષયોપશમ સમ્યકત્વમાં ૪ થી ૭ સુધીના કુલ ૪ ગુણઠાણે, કેવલબ્રિકમાં છેલ્લા બે ગુણઠાણે અને અજ્ઞાનત્રિકમાં પહેલા બે અથવા ત્રણ ગુણઠાણે ઓઘની જેમ સત્તાસ્વામિત્વ જાણવું.
વિવેચન - મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને અવધિદર્શન માર્ગણામાં ૪ થી ૧૨ ગુણઠાણા સુધી ઓઘની જેમ [મનુષ્યગતિની
૨૩૧