________________
માર્ગણામાં નવમા ગુણઠાણાના ચોથાભાગ સુધી પંચેન્દ્રિયમાર્ગણાની જેમ સત્તાસ્વામિત્વ જાણવું...
સ્ત્રીવેદોદયે ક્ષપકશ્રેણી માંડનારા જીવને નવમા ગુણઠાણાના પહેલા ભાગ સુધી ૧૩૮ પ્રકૃતિ સત્તામાં હોય છે. તેમાંથી સ્થાવરાદિ-૧૬ વિના ૧૨૨ પ્રકૃતિ બીજાભાગે સત્તામાં હોય છે. મધ્યમકષાયાષ્ટક વિના ૧૧૪ પ્રકૃતિ ત્રીજાભાગે સત્તામાં હોય છે અને નપુંસકવેદ વિના ૧૧૩ પ્રકૃતિ ચોથાભાગે સત્તામાં હોય છે. ત્યાર પછી જે સમયે સ્ત્રીવેદનો ઉદયવિચ્છેદ થાય છે તે સમયે સ્ત્રીવેદમાર્ગણા પૂર્ણ થાય છે. એટલે
સ્ત્રીવેદમાર્ગણામાં છેલ્લે ૧૧૩ પ્રકૃતિ સત્તામાં હોય છે. ક્રોધમાર્ગણામાં સત્તાસ્વામિત્વઃ
સંક્રોધોદયે ક્ષપકશ્રેણી માંડનારા જીવને નવમા ગુણઠાણાના પહેલા ભાગ સુધી ૧૩૮ પ્રકૃતિ સત્તામાં હોય છે. તેમાંથી સ્થાવરાદિ૧૬નો ક્ષય થવાથી બીજાભાગે ૧૨૨ પ્રકૃતિ સત્તામાં હોય છે. તેમાંથી મધ્યમકષાયાષ્ટકનો ક્ષય થવાથી ત્રીજાભાગે ૧૧૪ પ્રકૃતિ સત્તામાં હોય છે. તેમાંથી નપુંસકવેદનો ક્ષય થવાથી ચોથાભાગે ૧૧૩ પ્રકૃતિ સત્તામાં હોય છે. તેમાંથી ત્રીવેદનો ક્ષય થવાથી પાંચમા ભાગે ૧૧૨ પ્રકૃતિ સત્તામાં હોય છે. તેમાંથી હાસ્યષટ્રકનો ક્ષય થવાથી છઠ્ઠાભાગે ૧૦૬ પ્રકૃતિ સત્તામાં હોય છે. તેમાંથી પુરુષવેદનો ક્ષય થવાથી સાતમા ભાગે ૧૦૫ પ્રકૃતિ સત્તામાં રહે છે. ત્યાં જે સમયે સંવક્રોધનો ઉદયવિચ્છેદ થાય છે. તે જ સમયે ક્રોધમાર્ગણા પૂર્ણ થાય છે. એટલે ક્રોધમાર્ગણામાં છેલ્લે ૧૦૫ પ્રકૃતિ સત્તામાં હોય છે. માનમાર્ગણામાં સત્તાસ્વામિત્વઃ| સંવમાનોદયે શ્રેણી માંડનારા જીવને સંઇક્રોધોદયે ક્ષપકશ્રેણી (૧૭) અહીં ખાસ ધ્યાન રાખવું કે, સંક્રોધનો ઉદય વિચ્છેદ થયા પછી સમયનૂન બે આવલિકાકાળે સંક્રોધની સત્તાનો ક્ષય થાય છે. તે વખતે સાતમો ભાગ પૂર્ણ થાય છે. એટલે સાતમા ભાગના અંત સુધી ક્રોધમાર્ગણા હોતી નથી. પણ જ્યાં સુધી સંક્રોધનો ઉદય હોય ત્યાં સુધી જ સં.ક્રોધ માર્ગણા હોય છે.
એ જ રીતે, માનમાર્ગણા અને માયામાર્ગણામાં પણ સમજી લેવું.
૨૩૦