________________
* અસત્યવચનયોગ અને મિશ્રવચનયોગમાં મનોયોગમાર્ગણાની જેમ ૧૦૯માંથી જિનનામ વિના ૧૦૮ પ્રકૃતિ ઉદયમાં હોય છે. અને ૧થી ૧૨ ગુણઠાણે મનોયોગમાર્ગણાની જેમ ઉદયસ્વામિત્વ જાણવું.
* વ્યવહાર = અસત્ય-અમૃષાવચનયોગ લબ્ધિ-પર્યાપ્તા વિકલેન્દ્રિયને પણ હોય છે અને તેને પહેલું અને બીજું એ બે જ ગુણહ્મણા હોય છે. તેમાંથી મિથ્યાત્વગુણઠાણે જ વિકલેન્દ્રિયને વચનયોગ હોય છે, સાસ્વાદનગુણઠાણે વચનયોગ હોતો નથી. એટલે વચનયોગમાર્ગણામાં મિથ્યાત્વે જ બેઇન્દ્રિયાદિ-૩ જાતિનો ઉદય હોય છે. સાસ્વાદને બેઇન્દ્રિયાદિ-૩ જાતિનો ઉદય હોતો નથી.
* વિકલેન્દ્રિયને સાસ્વાદનગુણઠાણુ શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી જ હોય છે. તે વખતે વચનયોગ હોતો નથી. કારણ કે તે જીવોને ભાષાપર્યાપ્તિ પૂર્ણ થયા પછી પર્યાપ્તાવસ્થામાં જ વચનયોગની પ્રાપ્તિ થાય છે એટલે વિકલેન્દ્રિયને જ્યારે સાસ્વાદનગુણઠાણ હોય છે ત્યારે વચનયોગ હોતો નથી. તેથી વચનયોગમાર્ગણામાં સાસ્વાદનગુણઠાણે બેઈન્દ્રિયાદિ-૩ જાતિનો ઉદય હોતો નથી.
* વિલેન્દ્રિયને મિથ્યાત્વે જ વચનયોગ હોય છે. તેથી વ્યવહારવચનયોગમાર્ગણામાં મનોયોગમાર્ગણાની જેમ ૧૦૯ + વિકલેન્દ્રિયત્રિક = ૧૧૨ અને મિથ્યાત્વે ૧૦૪ + વિકસેન્દ્રિયત્રિક = ૧૦૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. અને રથી ૧૩ ગુણઠાણા સુધી મનોયોગમાર્ગણાની જેમ ઉદયસ્વામિત્વ જાણવું. કાયયોગાદિમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :સામાન્યથી કાયયોગાદિમાં ઉદયસ્વામિત્વ :ओघव्व कायजोगे, पढमा तेरस गुणा अणाणदुगे । अज्जा दो तिण्णि व णव, तिणाण ओहीसु अजयाई ॥३७॥
૧૨૮