________________
જે જીવે જિનના બાંધેલું ન હોય અને આહાદ્ધિક પણ બાંધેલું ન હોય, તેને જિનનામ અને આહારકચતુષ્ક વિના ૮૮ પ્રકૃતિ સત્તામાં હોય છે.
જે જીવને ૮૮ પ્રકૃતિ સત્તામાં છે. તે જીવ જ્યારે દેવદ્વિકની ઉલના (સત્તામાંથી નાશ) કરે છે. ત્યારે તેને ૮૬ પ્રકૃતિ સત્તામાં રહે છે. તે જ જીવ જ્યારે નરકદ્ધિક અને વૈક્રિયચતુષ્કની ઉઠ્ઠલના કરી નાંખે છે ત્યારે તેને ૮૦ પ્રકૃતિ સત્તામાં રહે છે અને તે જ જીવ જ્યારે તેઉકાય અથવા વાઉકાયમાં જઈને મનુષ્યદ્ધિકની ઉઠ્ઠલના કરી નાંખે છે ત્યારે તેને ૭૮ પ્રકૃતિ સત્તામાં રહે છે.
ક્ષપકશ્રેણીમાં (૧) ૯૩ પ્રકૃતિની સત્તાવાળા જીવને નવમા ગુણઠાણાના પહેલા ભાગે નામકર્મની સ્થાવરાદિ-૧૩ પ્રકૃતિની સત્તાનો ક્ષય થવાથી ૮૦ પ્રકૃતિ સત્તામાં રહે છે. (૨) ૯૨ પ્રકૃતિની સત્તાવાળા જીવને સ્થાવરાદિ-૧૩નો ક્ષય થવાથી ૭૯ પ્રકૃતિ સત્તામાં રહે છે. (૩) ૮૯ પ્રકૃતિની સત્તાવાળા જીવને સ્થાવરાદિ-૧૩ પ્રકૃતિનો ક્ષય થવાથી ૭૬ પ્રકૃતિ સત્તામાં રહે છે. અને (૪) ૮૮ પ્રકૃતિની સત્તાવાળા જીવને સ્થાવરાદિ-૧૩ પ્રકૃતિનો ક્ષય થવાથી ૭પ પ્રકૃતિ સત્તામાં રહે છે.
અયોગી ગુણઠાણાના ચરમસમયે તીર્થકરકેવલીભગવંતને (૧) મનુષ્યગતિ (૨) પંચેન્દ્રિયજાતિ (૩) તીર્થકર નામકર્મ (૪) ત્રસ (૫) બાદર (૬) પર્યાપ્તા (૭) સુભગ (૮) આદેય અને (૯) યશ સત્તામાં હોય છે. તેમાંથી તીર્થકર નામકર્મ વિના સામાન્ય કેવલીને ૮ પ્રકૃતિ સત્તામાં હોય છે.
એ રીતે, નામકર્મના ૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦, ૭૯, ૭૮, ૭૬, ૭૫, ૯ અને ૮ એમ કુલ ૧૨ સત્તાસ્થાન હોય છે.
તેઉકાય અથવા વાઉકાયમાં ગયેલો જીવ જ્યારે ઉચ્ચગોત્રને ઉવેલી નાંખે છે. ત્યારે માત્રા નીચગો જ સત્તામાં રહે છે. અને અયોગીકેવલીગુણઠાણાના ચરમસમયે માત્ર ઉચ્ચગોત્ર જ સત્તામાં રહે છે. (૨) નામકર્મમાં ૮૦નું સત્તાસ્થાન ૨ પ્રકારે છે. પરંતુ સંખ્યાની દૃષ્ટિએ તે બને સમાન હોવાથી, એક જ ગણાય છે.
૧૯૮