________________
રહે છે. તે વખતે ક્ષાયિકસમ્યકત્વ પ્રાપ્ત થાય છે. એટલે સાયિકસમ્યગદષ્ટિને મોહનીયકર્મની ૨૧ કર્મપ્રકૃતિ સત્તામાં હોય છે. ' ઉપશમશ્રેણીમાં ઉપશમસમ્યગુદૃષ્ટિને ૮ થી ૧૧ ગુણઠાણા સુધી મોહનીયકર્મની ૨૪, મતાંતરે ૨૮ અને ક્ષાયિકસમ્યગૃષ્ટિને ૨૧ પ્રકૃતિ સત્તામાં હોય છે. ક્ષપકશ્રેણીમાં ૮મા ગુણઠાણાથી ૯મા ગુણઠાણાના બીજા ભાગ સુધી ૨૧ પ્રકૃતિ સત્તામાં હોય છે. તેમાંથી મધ્યમકષાયાષ્ટક વિના ત્રીજા ભાગે-૧૩, નપુંસકવેદ વિના ચોથાભાગે-૧૨, સ્ત્રીવેદ વિના પાંચમા ભાગે-૧૧, હાસ્યષક વિના છઠ્ઠાભાગે-૧, પુરુષવેદ વિના સાતમા ભાગે-૪, સંક્રોધ વિના આઠમા ભાગે-૩, સંજ્વલનમાન વિના નવમા ભાગ-૨ અને સંઇ માયા વિના ૧૦મા ગુણઠાણે એક જ સંવલોભ સત્તામાં હોય છે.
એ રીતે, મોહનીયકર્મના ૨૮, ૨૭, ૨૬, ૨૪, ૨૩, ૨૨, ૨૧, ૧૩, ૧૨, ૧૧, ૫, ૪, ૩, ૨ અને ૧ એમ કુલ “૧૫” સત્તાસ્થાન હોય છે. એકી સાથે સત્તામાં રહેલી પ્રકૃતિના સમુદાયને સત્તાસ્થાન કહે છે.
કોઇપણ જીવે જો પરભવનું આયુષ્ય બાંધેલું હોય, તો તેને બે આયુષ્ય સત્તામાં હોય છે અને જો પરભવનું આયુષ્ય બાંધેલુ ન હોય, તો ભોગવાતું એક જ આયુષ્ય સત્તામાં હોય છે.
(૧) જે જીવે જિનનામકર્મ અને આહારકદ્ધિક બાંધેલું હોય, તેને સત્તામાં ૯૩ પ્રકૃતિ હોય છે. (૨) જે જીવે જિનનામકર્મ બાંધેલું ન હોય, પણ આહારકદ્ધિક બાંધેલું હોય, તેને જિનનામ વિના ૯૨ પ્રકૃતિ સત્તામાં હોય છે. (૩) જે જીવે જિનનામ બાંધેલું હોય પણ આહારકદ્વિક બાંધેલું ન હોય, તેને આહારકચતુષ્ક વિના ૮૯ પ્રકૃતિ સત્તામાં હોય છે. (૪) (૧) જે મનુષ્ય પરભવનું મનુષ્પાયુષ્ય જ બાંધેલું હોય, તો તેને એક જ મનુષ્પાયુ સત્તામાં હોય છે અને જે તિર્યંચે પરભવનું તિર્યંચાયુ જ બાંધેલું હોય, તો તેને એક જ તિર્યંચા, સત્તામાં હોય છે.
૧૯૭