________________
ગાથાર્થ:- લબ્ધિ-અપર્યાપ્ત તિર્યંચપંચેન્દ્રિય અને લબ્ધિઅપર્યાપ્ત મનુષ્યગતિમાર્ગણામાં તીર્થકર નામકર્મ, નરકાયુ અને દેવાયુ વિના ૧૪૫ પ્રકૃતિ સત્તામાં હોય છે. અને દેવગતિમાર્ગણામાં નરકાયુ વિના ૧૪૭ પ્રકૃતિ સત્તામાં હોય છે. એ જ પ્રમાણે, ચોથા ગુણઠાણે સમજવું. તથા પહેલા, બીજા અને ત્રીજા ગુણઠાણે જિનનામ વિના ૧૪૬ પ્રકૃતિ સત્તામાં હોય છે.
વિવેચન :- લબ્ધિ-અપર્યાપ્ત તિર્યચપંચેન્દ્રિયમાર્ગણામાં અને લબ્ધિ-અપર્યાપ્ત મનુષ્યગતિમાર્ગણામાં ઓથે અને મિથ્યાત્વગુણઠાણે જ્ઞા૦૫+ દ ૯ + ૦૦૨ + મોહ૦૨૮ + આયુ૦૨ દિવાયુનરકાયુ વિના] + નામ-૯૨ [જિનનામ વિના] + ગો૦૨ + અંત૦૫ = ૧૪૫ પ્રકૃતિ સત્તામાં હોય છે.
* જિનનામની સત્તાવાળો જીવ લબ્ધિ-અપર્યાપ્તમાં ઉત્પન્ન થતો નથી. તેથી ત્યાં જિનનામની સત્તા હોતી નથી અને લબ્ધિઅપર્યાપ્તા તિર્યંચ-મનુષ્યો મરીને, દેવ કે નરકમાં જતા નથી. તેથી દેવાયુ કે નરકાયુને બાંધવાનું હોતું નથી. તેથી ત્યાં દેવાયુ કે નરકાયુની સત્તા હોતી નથી. દેવગતિમાર્ગણામાં સત્તાસ્વામિત્વ :| સામાન્યથી દેવગતિમાર્ગણામાં જ્ઞા૦૫ + ૬૦૯ + વે૦૨ + મોહ૦૨૮ + આયુ૦૩ નિરકાયુ વિના] + નામ-૯૩ + ગોવર + અંતo૫ = ૧૪૭ પ્રકૃતિ સત્તામાં હોય છે.
* દેવો મરીને નરક કે દેવમાં ઉત્પન્ન થતા નથી. તેથી તેને નરકા, કે દેવાયુને બાંધવાનું હોતું નથી. એટલે નરકાયુની સત્તા હોતી નથી. દેવાયુને ભોગવી રહ્યો હોવાથી દેવાયુની સત્તા હોય છે.
૧ થી ૩ ગુણઠાણે જ્ઞા૦૫ + ૬૦૯ + વે૦૨ + મોહ૦૨૮ + આયુ૦૩ [નરકાયુ વિના] + નામ - ૯૨ [જિનનામ વિના] + ગોવર + અંત૦૫ = ૧૪૬ પ્રકૃતિ સત્તામાં હોય છે. * જે જીવ પહેલા નરકાયુને બાંધીને, ક્ષયોપશમસમ્યકત્વ પામીને,
૨૧૨