________________
નરકગતિમાર્ગણામાં ૧૩૩, ૧૩૪, ૧૩૫, ૧૩૬, ૧૩૭, ૧૩૮,૧૩૯, ૧૪૮, ૧૪૧, ૧૪૨,૧૪૩, ૧૪૪, ૧૪૫, ૧૪૬ અને ૧૪૭ એમ કુલ “૧૫” સત્તાસ્થાન હોય છે.
એ જ પ્રમાણે, રત્નપ્રભાદિ-ત્રણ નરકમાં સત્તાસ્વામિત્વ સમજવું. પંકપ્રભાદિ – ૩ નરકમાં સત્તાસ્વામિત્વ :
જિનનામની સત્તાવાળો જીવ પંકપ્રભાદિ નરકમાં ઉત્પન્ન થતો નથી. અને ત્યાં તથાવિધ વિશુદ્ધિના અભાવે જિનનામ બંધાતુ નથી. તેથી ત્યાં જિનનામની સત્તા હોતી નથી. એટલે પંકપ્રભાદિ - ૩ નરકમાર્ગણામાં દેવાયુ અને જિનનામ વિના ઓથે - ૧૪૬, મિથ્યાત્વે - ૧૪૬, સાસ્વાદને આહારકચતુષ્ક વિના-૧૪૨, મિશ્ર - ૧૪૬ અને સમ્યત્વે-૧૪૬ પ્રકૃતિ સત્તામાં હોય છે. તમસ્તમઃ પ્રભામાં સત્તાસ્વામિત્વ :- જિનનામની સત્તાવાળો જીવ સાતમીનરકમાં ઉત્પન્ન થતો નથી અને ત્યાં તથાવિધ વિશુદ્ધિના અભાવે મનુષ્યાય બંધાતું નથી. એટલે સાતમીનરકમાં જિનનામ અને મનુષ્યાયુની સત્તા હોતી નથી. તેથી સાતમીનરકમાં ઓધે દેવાયુ, જિનનામ અને મનુષ્યાય વિના ૧૪૫ પ્રકૃતિ સત્તામાં હોય છે. મિથ્યાત્વે - ૧૪૫, સાસ્વાદને આહા૦૪ વિના૧૪૧, મિશ્ન-૧૪૫ અને સમ્યકત્વે – ૧૪૫ પ્રકૃતિ સત્તામાં હોય છે. તિર્યંચગતિમાર્ગણામાં સત્તાસ્વામિત્વ :
સામાન્યથી તિર્યંચગતિ અને તિર્યંચપંચેન્દ્રિયમાં સત્તાસ્વામિત્વ :तिरिये पणिंदितिरिये, जिणं विणा सत्तचत्तसयमेवं । पंचसु वि गुणेसु परं, बीए आहारचउगूणा ॥५॥
ગાથાર્થ - સામાન્યથી તિર્યંચગતિ અને પંચેન્દ્રિયતિર્યંચ માર્ગણામાં જિનનામ વિના ૧૪૭ પ્રકૃતિ સત્તામાં હોય છે. એ જ પ્રમાણે, પાંચે ગુણઠાણામાં સમજવું. પરંતુ બીજા ગુણઠાણે આહારકચતુષ્કની સત્તા હોતી નથી.
વિવેચન :- તિર્યંચગતિમાર્ગણામાં જિનનામ બંધાતું નથી અને નિકાચિત જિનનામની સત્તાવાળો જીવ તિર્યંચગતિમાં ઉત્પન્ન થતો નથી. તેથી ત્યાં ઓધે અને મિથ્યાત્વે જિનનામ વિના ૧૪૭ સત્તામાં હોય છે. .
૨૦૭