________________
વિવેચનઃ- ક્રોધમાર્ગણામાં અનંતમાન, અપ્રમાન, પ્રત્યામાન, સંમાન, અનંમાયા, અપ્રમાયા, પ્રત્યામાયા, સંમાયા, અનંલોભ, અપ્રલોભ, પ્રત્યાલોભ, સંલોભ અને જિનનામ એમ કુલ-૧૩ વિના ૧૦૯ પ્રકૃતિ ઓધે ઉદયમાં હોય છે.
ક્રોધમાર્ગણામાં ઓઘે જ્ઞાના૦૫ + ૪૦૯ + વે૦૨ + મોહ૦૧૬ [૨૮ માંથી ૧૨ કષાય વિના] + આયુ૦૪ + નામ-૬૬ [જિનવિના]+ ગો૦૨+અંત૦૫=૧૦૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * ક્રોધાદિ ૪ કષાયો ઉદયમાં પરસ્પર વિરોધી હોવાથી જ્યારે ક્રોધનો ઉદય હોય છે ત્યારે માન, માયા અને લોભનો ઉદય હોતો નથી. જયારે માનનો ઉદય હોય છે ત્યારે ક્રોધ, માયા અને લોભનો ઉદય હોતો નથી અને જ્યારે લોભનો ઉદય હોય છે ત્યારે ક્રોધાદિ-૩નો ઉદય હોતો નથી.
* જયારે અનંતાનુબંધી ક્રોધનો ઉદય હોય છે ત્યારે તેની સાથે અપ્રક્રોધ, પ્રત્યાક્રોધ અને સંક્રોધનો ઉદય અવશ્ય હોય છે. તેથી ક્રોધમાર્ગણામાં અનંતાનુબંધી વગેરે ચારે ક્રોધ વિના બાકીના ૧૨ કષાયનો [૪ માન+ ૪ માયા + ૪ લોભનો] ઉદય હોતો નથી.
* તીર્થંકરનામકર્મનો ઉદય તીર્થંકર કેવલી ભગવંતને જ હોય છે અને તેઓને કષાય હોતો નથી. તેથી કષાયમાર્ગણામાં તીર્થંકરનામકર્મનો ઉદય હોતો નથી.
(૧) મિથ્યાત્વગુણઠાણે કર્મસ્તવમાં કહ્યાં મુજબ ૧૧૭ પ્રકૃતિમાંથી ૪ માન + ૪ માયા + ૪ લોભ = ૧૨ કષાય વિના ૧૦૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
(૨) સાસ્વાદનગુણઠાણે કર્મસ્તવમાં કહ્યાં મુજબ ૧૧૧ પ્રકૃતિમાંથી ૧૨ કષાય વિના ૯૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
૧૬૦