________________
કેટલાક આચાર્યમ.સા.નું એવું માનવું છે કે, લબ્ધિ
અપર્યાપ્તા મનુષ્યો પણ સંશી જ હોય છે, અસંજ્ઞી હોતા નથી. તેથી અસંશી માર્ગણામાં મનુષ્યત્રિકનો ઉદય સંભવતો નથી. તેથી અસંજ્ઞીમાર્ગણામાં ૧૦૮ પ્રકૃતિમાંથી મનુષ્યત્રિક વિના ૧૦૫ પ્રકૃતિ ઓઘે અને મિથ્યાત્વે ઉદયમાં હોય છે.
(૨) સાસ્વાદનગુણઠાણે શાપ + દર્શ૦૪ [નિદ્રાપંચક વિના]+ વે૦૨ + મો૦૨૫ [૨૬માંથી મિથ્યાત્વમોહ૦ વિના] + તિર્યંચાયુ, [મનુઆયુ વિના] + નામ - ૪૫ [૫૮માંથી મનુષ્યદ્ધિક, આતપ, ઉદ્યોત, પરાઘાત, વિહા૦૨, ઉચ્છ્વાસ, સુસ્વર-દુઃસ્વર, સૂક્ષ્મત્રિક એ-૧૩ વિના] + નીચગોત્ર + અંતઃ૦૫ = ૮૮ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
* અસંજ્ઞીમાર્ગણામાં મનુષ્યો લબ્ધિ-અપર્યાપ્તા જ હોય છે. અને લબ્ધિ-અપર્યાપ્તા તિર્યંચ-મનુષ્યને પહેલું એક જ ગુણઠાણુ હોય છે. તેથી અસંજ્ઞીમાર્ગણામાં સાસ્વાદનગુણઠાણે અપર્યાપ્તનામકર્મ અને મનુષ્યત્રિકનો ઉદય હોતો નથી.
પર્યાપ્તા અસંજ્ઞી તિર્યંચને શરીર પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી જ સાસ્વાદનગુણઠાણુ હોય છે અને નિદ્રાપંચકનો ઉદય શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી થાય છે. તેથી અસંશીમાર્ગણામાં સાસ્વાદનગુણઠાણે નિદ્રાપંચકનો ઉદય હોતો નથી.
-: સંજ્ઞીમાર્ગણા સમાપ્ત ઃ
આહારીમાર્ગણામાં ઉદયસ્વામિત્વ ઃ
આહારી અને અણાહારી માર્ગણામાં ઉદયસ્વામિત્વ :
ओघव्व आणुपुव्वी, विण आहारे भवे अणाहारे । कम्मव्व णवर ओघव्व अजोगिम्मि त्ति उदयसामित्तं ॥ ८२ ॥
૧૮૫