________________
(5) ઉપશમસમ્યક્ત્વનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી ૬ આવલિકા બાકી રહે, ત્યારે અનંતાનુબંધીકષાયનો ઉદય થવાથી ઉપશમસમ્યક્ત્વથી પડીને, મિથ્યાત્વ તરફ ઝુકી રહેલા જીવને, જેમ ખીરનું વમન થતી વખતે ખીરનો સ્હેજ સ્વાદ અનુભવાય છે. તેમ ઉપશમસમ્યક્ત્વનું વમન કરતી વખતે જે સમ્યક્ત્વનો સ્હેજ સ્વાદ અનુભવાય છે, તે “સાસ્વાદનસમ્યક્ત્વ” કહેવાય છે.
(6) જીવને મિથ્યાત્વમોહનીયકર્મના ઉદયથી કુદેવમાં સુદેવ, કુગુરુમાં સુગુરુ અને અહિંસા પ્રધાન ધર્મમાં કુધર્મની બુદ્ધિ ઉત્પન્ન થવી, તે “મિથ્યાત્વ” કહેવાય છે. (૧૩) સંશીમાર્ગણા :- (1) સંજ્ઞી (2) અસંજ્ઞી.
(1) જે જીવો મનવાળા હોય છે, તે સંશી કહેવાય. (2) જે જીવો મન વિનાના હોય છે, તે અસંશી કહેવાય. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને સંમુર્ચ્છિમપંચેન્દ્રિય જીવોને મન હોતું નથી. તેથી તે અસંશી કહેવાય છે અને ગર્ભજ તિર્યંચ-મનુષ્યો, યુગલિક તિર્યંચ-મનુષ્યો તથા દેવ-નારકો મનવાળા હોવાથી સંશી કહેવાય છે.
(૧૪) આહારીમાર્ગણા ઃ- આહારીમાર્ગણા-૨ પ્રકારે છે. (1) આહારક [2] અનાહારક......-આહાર “ૐ” પ્રકારે છે. (૧) ઓજાહાર (૨) લોમાહાર (૩) કવલાહાર ઓજ = દેહને યોગ્ય પુદ્ગલો
ઓજાહાર = દેહને યોગ્ય પુદ્ગલોનો આહાર
(૧) ઉત્પત્તિના પ્રથમસમયથી માંડીને શ૨ી૨૫ર્યાપ્તિની સમાપ્તિ સુધી જીવ જે સ્વશરીરને યોગ્ય પુદ્ગલોનો આહાર કરે છે, તે ઓજાહાર કહેવાય. દા. ત. મનુષ્ય અને તિર્યંચો ગર્ભમાં ઉત્પન્ન થતી વખતે પ્રથમસમયે કાર્યણકાયયોગથી અને બીજાસમયથી માંડીને (૬) (દ્રવ્યલોકપ્રકાશ સર્ગ-૩માં શ્લોક નં૦ ૧૧૨૨)
૨૫