________________
અતિશય સંક્લેશનો અભાવ હોવાથી નરક પ્રાયોગ્ય કર્મબંધ થતો નથી. એટલે નરકદ્ધિક બંધાતુ નથી. તથા દેવાયુ અને નરકાયુનો બંધ પર્યાપ્તાવસ્થામાં જ થઇ શકે છે. એટલે ઔદારિકમિશ્રકાયયોગમાર્ગણામાં ઓથે આહારકદ્ધિક, નરકત્રિક અને દેવાયુ એ ૬ વિના ૧૧૪ કર્મપ્રકૃતિ
બંધાય છે.
મિથ્યાત્વે-૧૦૯ પ્રકૃતિનો બંધ :
મિથ્યાત્વગુણઠાણે જિનનામકર્મ બંધાતું નથી અને અપર્યાપ્તાવસ્થામાં રહેલા મિથ્યાર્દષ્ટિ તિર્યંચ-મનુષ્યો તથાવિધ વિશુદ્ધિના અભાવે દેવગતિપ્રાયોગ્ય કર્મને બાંધી શકતા નથી. તેથી દેવદ્વિક અને વૈક્રિયદ્ઘિક બંધાતું નથી. એટલે ઔદારિકમિશ્રકાયયોગમાર્ગણામાં મિથ્યાત્વગુણઠાણે ૧૧૪માંથી જિનનામ, દેવદ્વિક અને વૈક્રિયદ્વિક.... એ પાંચ કાઢી નાંખવાથી ૧૦૯ પ્રકૃતિ બંધાય છે.
૧૯
(૧૯) શીલંકાદિ આચાર્ય મ. સા.નું એવું માનવું છે કે, તિર્યંચમનુષ્યના ભવમાં જીવને શ૨ી૨૫ર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી જ ઔદારિકમિશ્રકાયયોગ હોય છે. આ બાબતમાં કર્મગ્રન્થના ટબાકાર શ્રીજીવવિજયજી મહારાજે શંકા કરી છે કે, જો શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી જ ઔમિકાયયોગ હોય, તો ત્યાં મનુષ્યાયુ અને તિર્યંચાયુનો બંધ કેવી રીતે ઘટી શકે ? કારણકે પહેલી ત્રણ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી જ જીવ પરભવનું આયુષ્ય બાંધી શકે છે. એવો નિયમ હોવાથી જ્યારે ઔમિશ્રકાયયોગ હોય છે. ત્યારે આયુષ્ય બંધાતુ નથી અને જ્યારે આયુષ્ય બંધાય છે. ત્યારે ઔમિશ્રકાયયોગ હોતો નથી. એટલે ઔમિશ્રકાયયોગમાર્ગણામાં મિથ્યાત્વે મનુષ્યાયુ અને તિર્યંચાયુનો બંધ કેવી રીતે ઘટે ? જો સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઔમિશ્રયોગ માનવામાં આવે, તો મિથ્યાત્વે મનુષ્યાયુ અને તિર્યંચાયુનો
બંધ ઘટી શકે છે.
એ જ પ્રમાણે ગોમ્મટસારના કર્મકાંડની ગાથાનં.૧૧૬માં કહ્યું છે. અને ગ્રન્થકારભગવંતે ચોથાકર્મગ્રન્થની ચોથી ગાથાના “તળુપજ્ઞેયુ તમને' પદની ટીકામાં પણ કહ્યું છે કે, શ૨ી૨૫ર્યાપ્તિ પૂર્ણ થયા પછી પણ જ્યાં સુધી
૫૮