________________
(વિર્ભાગજ્ઞાન), (૪) મતિજ્ઞાન, (૫) શ્રુતજ્ઞાન, (૬) અવધિજ્ઞાન, (૭) મન:પર્યવજ્ઞાન અને (૮) કેવળજ્ઞાન એ-૮ પ્રકારે જ્ઞાનમાર્ગણા છે. તેમાંથી અહીં અજ્ઞાનત્રિકમાર્ગણામાં બંધસ્વામિત્વ કહે છે. અજ્ઞાનત્રિકમાર્ગણામાં બંધસ્વામિત્વ :
અજ્ઞાનત્રિકમાર્ગણામાં બે કે ત્રણ ગુણઠાણા હોય છે. કારણકે મિથ્યાદષ્ટિજીવમાં મિથ્યાત્વની મલિનતાના કારણે જ્ઞાન એ અજ્ઞાનરૂપે હોય છે. જ્યારે જીવ સમ્યકત્વ પામે છે ત્યારે સમ્યકત્વની શુદ્ધિના કારણે અજ્ઞાનતા દૂર થઈને સમ્યગૂજ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે જ્યાં સુધી સમ્યકત્વ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જીવમાં અજ્ઞાનતા હોય છે. પરંતુ મિશ્રદષ્ટિગુણઠાણે રહેલા જીવોમાં સમ્યકત્વના અભાવે સંપૂર્ણ શુદ્ધજ્ઞાન હોતું નથી અને મિથ્યાત્વના અભાવે સંપૂર્ણ અશુદ્ધજ્ઞાન પણ હોતું નથી. એટલે તેઓમાં જ્ઞાન અને અજ્ઞાનનું મિશ્રણ હોય છે. પણ
જ્યારે મિશ્રદષ્ટિ જીવ સમ્યકત્વની સન્મુખ થયેલો હોય છે ત્યારે તેનામાં જ્ઞાનના અંશો વધુ હોય છે અને અજ્ઞાનના અંશો થોડા હોય છે. તે વખતે મિશ્રજ્ઞાનની ગણતરી જ્ઞાનમાં થાય છે અને જ્યારે મિશ્રદૃષ્ટિ જીવ મિથ્યાત્વની સન્મુખ થયેલો હોય છે ત્યારે તેનામાં અજ્ઞાનના અંશો વધુ હોય છે અને જ્ઞાનના અંશો ઓછા હોય છે. તે વખતે મિશ્રજ્ઞાનની ગણતરી અજ્ઞાનમાં થાય છે. એટલે જે મિશ્રદૃષ્ટિજીવ સમ્યકત્વની સન્મુખ થયેલો છે તેને ત્રીજા ગુણઠાણે જ્ઞાન માનેલું છે અને જે મિશ્રદષ્ટિજીવ મિથ્યાત્વની સન્મુખ થયેલો છે તેને ત્રીજા ગુણઠાણે અજ્ઞાન માનેલું છે. એટલે અજ્ઞાનત્રિક માર્ગણામાં બે કે ત્રણ ગુણઠાણા ક્યાં છે.
મતિ-અજ્ઞાની, શ્રુત-અજ્ઞાની અને વિર્ભાગજ્ઞાની જીવો જિનનામકર્મ અને આહારકદ્ધિક વિના ઓઘે-૧૧૭, મિથ્યાત્વે-૧૧૭, સાસ્વાદને૧૦૧ અને મિશ્ન-૭૪ કર્મપ્રકૃતિને બાંધે છે.
૭૦