________________
દર્શનમાર્ગણા -
(૧) ચક્ષુદર્શન, (૨) અચક્ષુદર્શન, (૩) અવધિદર્શન અને (૪) કેવળદર્શન... એ-૪ પ્રકારે છે. તેમાંથી અહીં ચક્ષુદર્શન અને અચક્ષુદર્શનમાર્ગણામાં બંધસ્વામિત્વ કહે છે. ચક્ષુ-અચક્ષુદર્શનમાર્ગણામાં બંધસ્વામિત્વ :| દર્શનાવરણીયકર્મના ક્ષયોપશમથી ચક્ષુ-અચક્ષુદર્શન પ્રાપ્ત થાય છે. એ ક્ષયોપશમભાવ બારમાગુણઠાણા સુધી જ હોય છે. તેથી ચક્ષુદર્શન અને અચક્ષુદર્શનમાર્ગણામાં કર્મસ્તવની જેમ ૧ થી ૧૨ ગુણઠાણા સુધી બંધસ્વામિત્વ જાણવું. ઓધે-૧૨૦, મિથ્યાત્વે-૧૧૭, સાસ્વાદને-૧૦૧ ઇત્યાદિ. જ્ઞાન-દર્શન અને ચારિત્રમાર્ગણામાં બંધસ્વામિત્વ :मणनाणि सग जयाई, समइयच्छेय चउ दुन्नि परिहारे । केवलदुगि दो चरमाऽजयाइ नव मइसुओहि दुगे ॥१८॥ मनोज्ञाने सप्त यतादीनि सामायिकच्छेदे चत्वारि द्वे परिहारे। केवलद्विके द्वे चरमेऽयतादीनि नव मतिश्रुतावधिद्विके ॥१८॥
ગાથાર્થ - મન:પર્યવજ્ઞાનમાં પ્રમત્તાદિ-સાત ગુણઠાણા હોય છે. સામાયિક અને છેદોપસ્થાપનીય માર્ગણામાં પ્રમતાદિ-૪ ગુણઠાણા હોય છે. પરિહારવિશુદ્ધિ માર્ગણામાં પ્રમત્તાદિ-બે ગુણઠાણા હોય છે. કેવળજ્ઞાન અને કેવળદર્શન માર્ગણામાં છેલ્લા બે ગુણઠાણા હોય છે. અને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને અવધિદર્શનમાં અવિરતિ આદિ નવગુણઠાણા હોય છે.
વિવેચન :- મન:પર્યવજ્ઞાનલબ્ધિ અપ્રમત્તદશામાં જ ઉત્પન્ન થાય છે. પરંતુ પ્રમત્ત-અપ્રમત્તગુણઠાણ અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્ત પરાવર્તન પામતું હોવાથી, મન:પર્યવજ્ઞાની અપ્રમત્તેથી પ્રમત્તે પણ આવે છે. તેથી
૭૧