________________
બંધાતું નથી. તેથી ત્યાં આહારકદ્ધિક વિના ધે-૧૧૮, મિથ્યાત્વે જિનનામ વિના ૧૧૭, સાસ્વાદને-૧૦૧, મિશ્ન-૭૪ અને સભ્યત્વે૭૭ કર્મપ્રકૃતિને બાંધે છે.
પૂજ્યશ્રી જીવવિજયજી મહારાજે પોતાના ટબામાં કહ્યું છે કે, ગ્રન્થકારભગવંતે કૃષ્ણાદિ અશુભલેશ્યામાં કર્મસ્તવની જેમ ચોથે ગુણઠાણે મનુષ્યાયુનો અને દેવાયુનો બંધ કહ્યો છે. તેમાંથી દેવાયુનો બંધ સંભવતો નથી. કારણકે કૃષ્ણાદિ-અશુભલેશ્યામાં સમ્યગદૃષ્ટિ નારકો મનુષ્યાયુને બાંધે છે. પરંતુ સમ્યગૃષ્ટિ તિર્યંચ-મનુષ્યો અશુભલેશ્યામાં દેવાયુને બાંધી શકતા નથી. કારણ કે (૧) જીવે જે લેગ્યામાં આયુષ્ય બાંધ્યું હોય, તે જ લેગ્યામાં મરે છે અને તે જ વેશ્યા લઈને પરભવમાં ઉત્પન્ન થાય છે. એવો પહેલો શાસ્ત્રપાઠ છે અને (૨) સમ્યગ્દષ્ટિ તિર્યંચમનુષ્યો નિયમા વૈમાનિકદેવમાં જ ઉત્પન્ન થાય છે એવો બીજો શાસ્ત્રપાઠ છે. એટલે જો સમ્યગ્દષ્ટિ તિર્યંચ-મનુષ્યો કૃષ્ણાદિ અશુભલેશ્યામાં દેવાયુ બાંધે, તો તેને ભવનપતિ કે વ્યંતરમાં ઉત્પન્ન થવું પડે, તો બીજા શાસ્ત્રપાઠ સાથે વિરોધ આવે છે. કારણ કે સમ્યગદૃષ્ટિ તિર્યંચ-મનુષ્યો ભવનપતિ કે વ્યંતરમાં ઉત્પન્ન થતા નથી વૈમાનિકદેવમાં જ ઉત્પન્ન થાય છે એવું શાસ્ત્રવચન છે અને જો સમ્યગૃષ્ટિ તિર્યંચ-મનુષ્યો કૃષ્ણાદિ અશુભલેશ્યામાં દેવાયુ બાંધીને, શુભલેશ્યામાં (વૈમાનિકમાં) ઉત્પન થાય, તો પહેલા શાસ્ત્રપાઠ સાથે વિરોધ આવે છે. કારણ કે જીવ જે લેગ્યામાં આયુષ્ય બાંધે છે તે જ લેશ્યામાં મરીને, તે જ વેશ્યા લઈને પરભવમાં ઉત્પન્ન થાય છે એવું શાસ્ત્રવચન છે. એટલે સમ્યગદષ્ટિ તિર્યંચ-મનુષ્યો અશુભલેશ્યામાં દેવાયુનો બંધ કરી શકતા નથી. તેથી કૃષ્ણાદિ-૩ લેગ્યામાં ચોથાગુણઠાણે દેવાયુનો બંધ સંભવતો નથી. (૩૦)નત્તે મરડું તત્તેરે ૩વવMડું ! (યોગશતક ગાથા નં૦૯૮)
૭૯